આજની આ દોડધામભરી જીંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં લોકો નિષ્ફળ રહે છે. વધારે રૂપિયા કમાવવાની ગણતરી કરીને લોકો એટલા બીઝી થઇ ગયા છે કે તેમને ક્યારે શરીરમાં બિમારી પ્રવેશી જાય છે તે વાતનું ધ્યાન નથી રહેતું.
ત્યારબાદ દવા લેવા માટે ભાગવું પડે છે અને જો વધારે ઘાતકી બિમારી હોય તો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે અને રૂપિયા કમાવાની તમારી ગણતરી ઉંધી પડી શકે છે.
દવા વગર જો તમારે સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં 8થી10 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી દ્વારા તમારા શરીરમાં મોશ્ચરાઇઝર બન્યું રહેશે.
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી તમારુ શરીર સ્વસ્થ રહે છે. રાત્રે 8 કલાક તાંબાના વાસણમાં પાણી રાખીને રવારે પીવાથી શરીરના જેરી તત્વો બહાર નીકળી જાય છે. રાત્રે તાંબાના જળમાં રાખેલા આ પાણીને તામ્રજળ નામથી પણ ઓળખવામાં આવે છે.
જે લોકોને કફની સમસ્યા હોય છે તેમણે આ પાણીમાં થોડા તુલસીના પાન નાંખી દેવા જોઇએ. ત્યારબાદ તેને પીવાથી કફમાં આરામ મળે છે.
તાંબાના પાત્રમાં રાખેલા જળને પીવાથી ત્વચા સંબંધિત બિમારીઓ થતી નથી. લાંબા સમય સુધી ચહેરા પર કરચલીઓ દેખાતી નથી અને ચામડી ઢીલી પણ પડતી નથી.
તો જો તમારે વગર દવાએ સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં પાણીનું પ્રમાણ વધારે રાખો.