કારણ પરપોટા જેવી હું..
પાણીના પરપોટાની જેમ મારા સપનાઓ,
ક્યારેક મોટા થશે,
ક્યારેક ફૂટી જશે,
આ બાજુ જશે,
કે પછી તે બાજુ જશે,
પણ નવા પણ બનશે,
પાણીના પરપોટા જેવું મારું જીવન,
ક્યારે ફૂટશે નક્કી નથી,
કેટલું મોટું હશે નક્કી નથી,
જીવન એક પરપોટો,
મારા સપનાઓ જાણે પરપોટા,
તેથી દરેક ક્ષ્ણ,
લાગે મને બહુ સુંદર,
કિંમતી છે મારો આ સફર,
કારણ પરપોટા જેવી હું…
નીતિ સેજપાલ “તિતલી”