આપણે કહીએ કે…
ભૂખ લાગી છે
કવિ કહેશે…
🤔
કદર છે કોને દુનિયામાં
જઠરાગ્નિઓ ને ડામવાની ?
મુજ ઉદરને ઝંખના છે, ફક્ત
કૈંક પોષણ ને પામવાની !
😂🤣😂🤣
આપણે કહીએ કે…
તરસ લાગી છે…
કવિ કહેશે…
🤔
શોષાય છે શ્વાસો, ને
ગળામાં રણ ફસાયું છે
કહો ભીનાશને હવે, કે
કવિને જળનું આણું છે !
🤣😂🤣😂
આપણે કહીએ કે…
જરા ‘લાગી’ છે, વોશ-રૂમ ક્યાં છે ?
કવિ કહેશે…
🤔
ક્ષણો બચી છે,
આડબંધ એક તૂટવાની વાર છે…
કહો, ક્યાં જઈ વહે આ પૂર,
જે સાચવીને માંડ રાખ્યું છે !
😂🤣😂🤣
આપણે કહીએ કે…
મારે ટોઇલેટ જવું છે.
કવિ કહેશે…
🤔
સંઘરું છું પહાડ, ને પથ્થર
ને ભીની માટી, જન્મો જન્મોથી…
હવે એને પણ મુજથી
છૂટવાની વેળા આવી છે !
🤣😂🤣😂
આપણે કહીએ કે…
શિયાળામાં નહાવાનું મન નથી થતું
કવિ કહેશે…
🤔
કોરું છે તન, એને
કોરું જ રહેવા દો
મોસમ પ્રેમની છે, પણ
મને ઠંડીની ઘાત છે !
😂🤣😂🤣
આપણે કહીએ કે…
યાર, કંટાળો આવે છે.
કવિ કહેશે…
🤔
ચા ઠરેલી,
છાશ ખાટી,
ટ્રેન મોડી,
ન્યુઝ વાસી,
સમય ધીમો,
રાત લાંબી,
જુઠાં વચન,
તરસ્યાં નયન,
શ્વાસ ઠાલા,
રક્ત રઝળે,
બાઝે જાળાં,
બગાસાં કાળાં…
લાંબા ગરનાળાં…
ફૂટપાથ ફીક્કી…
રસ્તા વિના ફાટકના…
હવે અનંત…
લંબાતા લાગે છે…
….
….
બોસ,
તમને શું લાગે છે ?
😖😪😖😪
😀🙏
મન્નુ શેખચલ્લી