એક પળ ખમીજા
સાંભળ ધ્યાન દઈ
– મોરની કેકા
– કોકિલનો ટહૂકો
– ચકલીનું ચીંચીં
– પોપટનું ટીવ ટીવ
– કાબરનું કલબલ
– હોલાનું ઘૂ.. ઘૂ.. ઘૂ
– કબૂતરનું ગૂટૂરગૂં
– કાગડાનું ક્રોં.. ક્રોં
કોઈ વિદેશી ભાષામાં લય અને તાન સાથે કૈંક ગાય છે
જે સ્પર્શે છે તારા હૃદયને
તને સમજાય છે એની ભાષા!?
નહીં ને?
અને તોય ગમે છે અને માણે છેને?
બસ
એમ જ છે
આ કવિતાનું!
તેને માણવાની છે હૃદયથી
તેના અર્થ કાઢવા રહેવા દે!
બસ એમ જ માણ એક સહૃદય ભાવક થઈ.
– રસિક દવે.