કવિતા ગઝલો ફક્ત ન છંદોનું વિજ્ઞાન હોય છે,
એતો માનવ લાગણીનું થોડું અનુસંધાન હોય છે.
આવે છે નવોદિતો! હું કવિ ગઝલકાર, હું કવિ ગઝલકાર,
પૂછે કોઈ વરિષ્ઠ ગઝલ શું? ન તો એના પાસ જ્ઞાન હોય છે.
હા, શોર્ટ એન્ડ સ્વીટમાં કહે છે હું મહારત કેવી ધરાવું!
ક્યાં જાણે છે એ ગુજરાતી સાહિત્યનું શું અપમાન હોય છે.
કલમ નહિ તો અભિમાન લઈને સ્વાભિમાનને શોધશે!
વિતે થોડો સમય સૌ સમક્ષ ગુમાવેલું સન્માન હોય છે.
બોલ્યા કરે છે! હું કવિ, હું કવિ, હું લેખક, હું લેખક એમ!
વખત આવે ત્યાં સૌના મનમાં અભિમાનની ઓળખાણ હોય છે.
©️ મયુર રાઠોડ ‘દુશ્મન