બાળમન્દિર થી છૂટી કે તરત પપ્પા એમનું સ્કૂટર લય ઉભા હતા આવીજા આવીજા મારો દીકરો કેતા ને મારું બેગ ઉંચકી લેતા મને હજુય યાદ છેઃ ગુલાબી કલર નું ABCD લખેલું ફૂલ ચિત્રાયેલું એક સ્લેટ નાનો નોટ કંપાસ ડબ્બો બસ એજ અનમોલ દફતર
ચાલ જલ્દી મમ્મી રાહ જોય છેઃ હું આગળ ઉભી રહી જતી એક રૂમ રસોડામાં અમારું સ્વર્ગ રોજ સાંજે 7વાગ્યે મિકી માઉસ નું કાર્ટૂન સહપરિવારે સાથે બેસી જોવાનો નિયમ ઘરે પોચી મમ્મી તો દરવાજેજ ઉભી મારો ચહેરો પોતાના હાથમા લે ને એને ચૂમી લેતી પછી તરત ફફડતા દાળભાત મને એના હાથ થી ખવડાવતા બોલી જલ્દી જમીને સુઈ જા બાપા ને મળવા જવાનું છેઃ હું ખુશ થઈ જતી જમીને એક મોટા બેડ પર રાણી લાલ પીળા કલર ના ઢીંગલા ને જોડેજ રાખીને હું સુઈ જતી સાંજે 4વાગ્યે ગામ જવા નીકળતા હૂતો ખુશમ ખુશ ગામ આવે કે તરત ટોટલી ભાષા માં ગતિ ✨️ બાપા નું ગલ આવી ગિયું બાપાનું ગલ આવી ગિયું ✨️
બાપાની જોડે બેસતી ભજન સાંભળતી પણ મારાજ એ દિવસે કંઈક નવું જ થયું મારાં કાકા નો દીકરો બાર થી સાઇકલ મુકતો ઘર માં દોડતો દોડતો આવયો હું એને જોતીજ રહી એને જોવાનું કારણ એ હતું કે એને એક સરસ મજાની કેપ્રી લેંગીસ પેરી હતી કલર કલર વાળી એ લેંગી માં લાલ પીળો પોપટી જાંબુડી ને કાળો કલર હતો સરસ મજાની રંગો ભરેલી લેંગી
અરે મનેતો એ લેંગી મારી આંખને ઉડીને વળગે એવી મસ્ત લાગી આખા ઘરમાં મારો ભાઈ ફરે ત્યાં ત્યાં હું ડોકી ને આખો ફેરવું એણે એનો મસ્ત કબાટ બેટ કાઢવા ખોલ્યો ત્યાંજ મારી નજર પડી એની પાસે સેમ એવી 8 લેંગી હતી પણ હું હું માગીજ ના શકી શું કહું આતો એલોકોની સમજવાની વાત હોવી જોઈએ ને મન તો થયું કાકી પાસે માગું પણ કાકી પાણી જ ના પૂછે ત્યાં લેંગી?
ઘરે જવા અમે નીકળ્યા ને હૂતો ભૂલથી બોલીજ પડી મમ્મી પેલી ના કલલ કેટલા સલસ હતા ને બાપુ મને ધ્રાસ્કો પડ્યો ક્યાં બોલાય ગયું મેતો વાત બદલવાની કોસીસ કરી
✨️ કય સાલી નટી આવી છી ગર્દી ✨️ પણ હવે કરાય જ શું મમ્મી અને પપ્પા એ વાત સમજીજ લીધી હતી દસ દિવસ પછી બાળમન્દિર થી હું છૂટી પપ્પા ઉભાજ હતા ને બોલ્યા આવ મારો દીકરો હું તો રોજ ની જેમજ આગળ ઉભી રહી ભાઈ આપણું સ્કૂટર ચાલ્યું પણ પણ .. બીજી જ દિશા માં હું બોલી પડી પપ્પા આપલે ક્યાં ચાલ્યા?
પપ્પા બોલ્યા તું જોતો ખરી દીકરા ખરે ખર હું જોતીજ રહી ગઈ પપ્પા સાવ નાનકડી એક દુકાનમાં લય ગયા અને બોલ્યા ભાઈ મેં કઢાવી હતી ને તે લેંગી લાવો મને ખબર પડી ગઈ કે કઈ લેંગી એજ સેમ ટુ સેમ લેંગી એ ભાઈ મારી આગળ લાવ્યો જો આજ છેઃ ને કલર કલર વાળી?
હું ના પડતીજ રહી ને મારાં પપ્પા એ ખિસ્સા માંથી બે 10 રૂપિયા ની નોટ કાઢી ને આપી બે લેંગી મારાં દફતર માં મુકાઈ હું ચૂપ સાવ ચૂપ કારણકે એ દસ રૂપિયા એ જમાના માં 50 રૂપિયા ગણાતા…
હું ઘરે જય રડી જ પડી સાંઈ બાબા ના ફોટા આગળ જય બોજ બોલી
બાબા ક્યાંથી લાવ્યા હશે પપ્પા દસ રૂપિયા?
કેમ અપાવી લેંગી?
હું જ કેમ બોલી?
ને ઘડીયે કસમ ખાધી નિશ્યય કર્યો હું હવે કશુંજ નહીં માગું મને કશુંજ ગમતું નથી બસ … તમે માનશો નહીં પપ્પા ગયા પછી મેં એ લેંગી ને મારાથી દૂર કરી !!!
~ માનસી દેસાઈ