કરીના કપૂર અને સૈફ અલી ખાનના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારે (21 ફેબ્રુઆરી, 2021) કરીનાએ દીકરાને જન્મ આપ્યો છે. કરીનાને ગત રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે કરીના અને સૈફના બીજા દીકરાનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફે ઓગસ્ટ 2020માં એક ઓફિશિયલ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તેઓ બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. કપલ અગાઉ 2016માં પેરેન્ટ્સ બન્યું હતું. તેમનો દીકરો તૈમૂર હાલ 4 વર્ષનો છે. આ સાથે સૈફ ચોથીવાર પિતા બન્યો છે.
સૈફને પહેલી પત્ની અમૃતા સિંહ દ્વારા બે બાળકો છે જેનું નામ સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે.બીજી પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીના ખૂબ એક્ટિવ રહી હતી. કોરોના મહામારી દરમિયાન તેણે કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનામાં આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ સિવાય રેડિયો શોનું શૂટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ ચાલુ રાખ્યા હતા. નવમા મહિનામાં પણ કરીનાએ બ્રાન્ડ માટે શૂટિંગ કર્યું હતું. પ્રેગ્નેન્સી દરમિયાન કરીના સૈફ અલી ખાન સાથે સમય વિતાવવા ધર્મશાલા પણ ગઈ હતી.
સૈફ અલી ખાન ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંંગ ધર્મશાલામાં કરી રહ્યો હતો ત્યારે કરીના દીકરા તૈમૂર સાથે ત્યાં પહોંચી હતી. તેમણે અહીં સાથે દિવાળી ઉજવી હતી.જણાવી દઈએ કે, બીજા બાળકના જન્મના થોડા દિવસ પહેલાથી સૈફે કામમાંથી બ્રેક લઈ લીધો છે. સૈફ હાલ પેટરનિટી લીવ પર છે ત્યારે બંને દીકરાઓ અને કરીના સાથે ક્વોલિટી સમય વિતાવી શકશે. અગાઉ રિપોર્ટ્સ હતા કે સૈફ પેટરનિટી લીવ પૂરી કર્યા પછી પ્રભાસ સાથેની ફિલ્મ ‘આદિપુરુષ’નું શૂટિંગ શરૂ કરશે. સૈફ લગભગ માર્ચના અંતે ફિલ્મની ટીમ સાથે જોડાવાનો છે. આ સિવાય સૈફ ‘બંટી ઔર બબલી 2’માં પણ જોવા મળશે. કરીના છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળી હતી. તે હવે કરણ જોહરની મલ્ટીસ્ટારર ‘તખ્ત’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.
VR Dhiren Jadav