કોમેડી કીંગ કપિલ શર્મા (Kapil Sharma)ના ચાહકોને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો છે જ્યારે ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ શો જલદીથી ઓફ એર થઈ રહ્યો છે. આ વાત સામે આવતા જ લોકો આ વાતને લઈને શો બંધ થવાના કારણને લઈને અલગ અલગ અંદાજો લગાવી રહ્યા હતા. ત્યારે હવે ખુદ કપિલ શર્મા (Kapil Sharma) એ જ આ શો બંધ થવાનું કારણ જણાવી દીધુ છે. કપિલ શર્મા (Kapil Sharma)એ જણાવ્યું હતું કે પોતાની પત્નીની બીજી પ્રેગ્નેંસીના કારણે તે આ મોટો નિર્ણય લઈ રહ્યો છે.
ગુરૂવારે કપિલ શર્માએ ટ્વિટર ઉપર પોતાના ચાહકો સાથે #AskKapil સેશન દ્વારા વાતો કરી હતી. જેમાં એક ચાહકના સવાલ ઉપર જવાબ આપતા કપિલ શર્માએ ખુદ એ વાતનો ખુલાસો કરી દીધો છે કે તે પોતાની પત્નીની બીજી પ્રેગ્નેંસીને લઈને આ નિર્ણય કરી રહ્યો છે.
એક યૂઝરે #AskKapil સેશનમાં કપિલને પૂછ્યુ હતું કે પોતાનો આ શો બંધ કરી રહ્યો છે ? તેનો જવાબ આપતા કપિલ શર્માએ લખ્યું હતું કે, કારણ કે મારે પોતાના બીજા બાળકના સ્વાગત માટે મારી પત્ની સાથે ઘરમાં સમય વિતાવવો છે. હવે આ ટ્વિટ સામે આવ્યા પછી કપિલ શર્માને સતત શુભેચ્છાઓ મળી રહી છે. આ જાણ્યા પછી એક યૂઝરે પૂછ્યું કે કપિલ શર્મા અનાયરા માટે ભાઈ કે બહેન શું ઈચ્છે છે. તેનો જવાબ આપતા કપિલ શર્માએ જણાવ્યું હતું કે છોકરી કે છોકરો, બસ માત્ર સ્વસ્થ હોય.