દુનિયા નું સર્વશ્રેષ્ઠ દાન, મહાદાન એટલે ” કન્યા દાન ” હમણાં થોડાક સમય પહેલાજ મેં એક એડ જોઈ હતી ટીવી પર આલ્યા ભટ્ટ ની કન્યા દાન ઉપ્પર તમે પણ જોઈ જ હશે. ઘણા ને આ એડ ગમી પણ હશે અને, ઘણા ને નય . પણ આ ગમવાનો નં ગમવાનો વિષય જ નથી હું એક દીકરી છું તો મને આ પ્રશ્ન થયો કે લગ્ન વિધિ માં
1. આ વિધિ શા માટે?
2. કન્યા ને દાન નું પાત્ર શા માટે ગણાયું?
3. શું એક દીકરી દાન કરવાને પાત્ર એક વસ્તુ જ છેઃ?
પણ જવાબો નહોતા બસ પ્રશ્નો જ હતા આ વિધિ ” શિવ પાર્વતી ” જી ના વિવાહ થી જ ચાલતી આવી છેઃ ખુદ માં ”પાર્વતી ” જી નું દાન થયું હોય તો આપણે તો સામાન્ય દીકરીઓ એટલે એક વાત તો સમજાય જ ગઈ કે ” કન્યા દાન શિવ યુગ થી જ આરંભિત છેઃ ”
પણ એક વાત એ પણ છેઃ ક દીકરી ને જ દાન માં શા માટે ગણાઈ? શું દીકરીઓ ધન છેઃ? અને દીકરીઓ ધન છેઃ તો એટલે જ એનું દાન થાય છેઃ?
તો ઉત્તર એ છેઃ હા દીકરીઓ ધન છેઃ અને ધન એટલે લક્ષમી . લક્ષમી ની સમાજ માં આપ ળે થાય છેઃ
પણ એક જીવતી જાગતી દીકરી ને આમ જ દાન કરાય ખરી? તો હા.
તમે કે હું ધન માં કઈ વસ્તુ ની ગણતરી કરશુ?
1. સોનુ
2. ચાંદી
3. હીરા મોતી માણેક
4. ઘરેણાં
5. વસ્ત્રો
6. અનાજ
7. ઘર
8. જમીન
વગેરે વગેરે પણ આ બધી જ વસ્તુઓ શું પવિત્ર છેઃ ખરી?
ના આ દરેક વસ્તુ ઓં કોઈ ક ને કોઈ ક વસ્તુ, વ્યક્તિ, કે પરિતસ્થિતિ થી અપવિત્ર બની જ જય છેઃ પણ દીકરીઓ આ દીકરીઓ ” મન, વચન, વાણી, કાયા. થી પવિત્ર જ રહે છેઃ એથી વિશેષ માસિક દ્વારા દર મહિને પવિત્ર બને છેઃ જે પોતે એક જીવ થઈ બીજા સજીવ નું સર્જન કરે છેઃ એથી તે પવિત્ર છેઃ અને એટલે જ પવિત્ર વસ્તુ નું દાન કરે છેઃ દીકરી માં જ એ તાકાત છેઃ, એ ગુણ છેઃ કે જે એક જ રાત માં પારકાઓ ને પોતાના બનાવી લે છેઃ
ધન આપણી સુખ સુવિધા માટે વપરાય છેઃ ખર્ચાય છેઃ ઘસાય છેઃ એમ જ આ દીકરી ઓં પણ ઘર, પરિવાર, પતિ માટે ઘર સંભાળી ને ખર્ચાય છેઃ રસોઈ કરી ને ફરજો નિભાવી ને વપરાય છેઃ અને પોતાના પતિ ના અંશ ને પોતાના શરીર માં સ્થાપી સર્જી ને ઘસાય છેઃ
એક માતા પિતા પાસે દીકરી થી વિશેષ, અમૂલ્ય, અગત્ય વસ્તુ બીજી કશી હોતી જ નથી એટલે દાન એનું જ કરે છેઃ
પણ આ શબ્દ ખોટો છેઃ વિધિ ખોટી નથી આ ના સ્થાન પર ” પાણીગ્રહણ શબ્દ વાપરવો જોઈએ ” કારણ કે આ વિધિ માં પિતા દીકરી અને જમાઈ નો હાથ પકડી ને જમાઈ ના હાથમા વાયુ, અગ્નિ ની સાક્ષી એ દીકરીનો હાથ મૂકી એ હાથ પર જળ મૂકી જવાબદારીઓ ફરજો જમાઈ ને સોંપે છેઃ જળ વાયુ અગ્નિ ભૂમિ ની સાક્ષી એ બધી જ ફરજો જવાબદારીઓ પુરી પાડવાનું વચન જળ ગ્રહણ ની વિધિ થી કરાય છેઃ એટલે આ વિધિ નું નામ ” કન્યા દાન નહીં પણ જળ ગ્રહણ વિધિ ” જ રાખવું જોઈએ
એક વાત એ પણ ધ્યાન માં રાખવી જોઈએ કે સ્ત્રી કોઈ વસ્તુ નથી કે દાન શબ્દ વપરાયો જ છેઃ તો એને વસ્તુ ગણી ઘસાવી દેવી ઈજ્જત ના કરવી સમ્માન ના આપવું કારણ કે ખુદ ઈશ્વરે જ દીકરીઓ ને ” કન્યા દાન ” નું સમ્માન અર્પયું છેઃ એને સમાજ ના ખોટા ચોચલાઓ , ખોટા સઁસ્કારો થી બગાડવાનો અધિકાર કોઈ જ ધર્મ, જ્ઞાતિ, વ્યક્તિ, સમાજ, ઘર, કે પરિવાર અથવા કોઈ પણ પ્રકાર ના ખોટા નિયમો ને નથી
~ લેખિકા માનસી દેસાઈ