આજના સમયમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. ઘરમાં જે પણ વસ્તુ ઘટતી હોય તે વસ્તુ તરત જ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવે છે. પછી તે શાકભાજી હોય કરિયાણું હોય કે લાઈફસ્ટાઈલની વસ્તુ હોય. દરેક વસ્તુ આજે ઓનલાઈન મળે છે.
ઘણી વખત એવી કેટલીક વસ્તુ હોય કે જે કચરામાંથી મળતી હોય છે. પણ તે વસ્તુ ઓનલાઈન અધધધ… ભાવમાં મળતું હોય છે. જેની કિંમત આપણે કચરો સમજીને કરતા હોય છીએ તે વસ્તુ ઓનલાઈન ખુબ મોંઘા ભાવમાં મળતી હોય છે. એવી જ એક વસ્તુ વિશે આજે અમે આપને જણાવીશું…
ઓનલાઈન જે રીતે લિક્વીડ, સાબુ અને ડિશવોશ મળતા હોય છે. એવી જ એક વસ્તુનો ક્રેઝ લોકોમાં પાછો જોવા મળી રહ્યો છે. આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે છે રાખ… રાખ પહેલાના જમાનામાં વાસણ સાફ કરવા માટે થતો હતો આજે તે જ વસ્તુનો ક્રેઝ ફરી જોવા મળી રહ્યો છે.
આ રાખનું પેકિંગ એટલું જોરદાર કરવામાં આવે છે કે લોકો તે રાખને ખરીદવા માટે મજબૂર બની રહ્યાં છે. પહેલાના સમયમાં વાસણ સાફ કરવા માટે માટી અને રાખનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે આ સમયમાં વાસણ સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિકતાના નામે માર્કેટમાં ઘણા પ્રકારના સાબુ અને ડિશવોશ મળી રહ્યાં છે.
જો કે ગામડામાં હજુ પણ રાખનો ઉપયોગ વાસણ સાફ કરવા માટે થાય છે. પણ રાખને કચરો માનીને ફેંકી દેવામાં આવે છે. પણ હવે આ રાખ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે અને ખાસ વાત એ છે કે તેના ભાવ પણ આશ્ચર્યજનક છે.
માર્કેટમાં ડિશવોશના નામે ઘણા સાબુઓ લાવવામાં આવી રહ્યાં છે. હવે તો લિકવિડ વોશ પણ બજારમાં મળે છે. પણ હવે એવું લાગે છે કે જુનો સમય પરત આવી રહ્યો છે. જો કે અત્યારે જે ઓનલાઈન રાખ મળી રહી છે. તેની કિંમત પણ ખુબ વધુ છે. એવા ઘણા ઓનલાઈન પોર્ટલ છે કે જે અત્યારે રાખ વેંચી રહ્યું છે અને તે પણ આકર્ષીત નામ અને પેકિંગ સાથે.
એમેઝોન પર રાખના ડબ્બાને ડિશ વોશિંગ વુડના નામથી વેંચવામાં આવે છે. નામ અને પેકિંગ ચકાચક બનાવીને તેની કિંમત 650 રૂપિયા રાખવામાં આવી છે. ઓનલાઈન તમે જો કાજુના ભાવ સર્ચ કરશો તો અડધા કિલા કાજુના ભાવ 400થી 500 રૂપિયા વચ્ચે છે. પણ માર્કેટિંગ એક્સપર્ટે તો કાજુના ભાવ કરતા રાખનો ભાવ મોંઘો કરી દીધો છે.