સુખનો સરવાળો નથી ને દુઃખની બાદબાકી નથી,
એ પુરુષ છે સાહેબ, એને હસવાની આઝાદી નથી.
લેવાઈ છે નોંધ બધે, સ્ત્રીના મહાન ત્યાગની,
એ પુરુષ છે સાહેબ, એની કુરબાની ગણાતી નથી.
હોય ભલે તાણ કેટલીય, ચહેરા પર લવાતી નથી,
એ પુરુષ છે સાહેબ, એને રડવાની પરવાનગી નથી.
લખવું છે આજે ઘણુંય, પણ કલમ સાથ આપતી નથી,
એ પુરુષ છે સાહેબ, એને……
– અંજામ