આ એ સફરની વાત છે જ્યાં એ જાણીતી ન હતી પણ માનીતી બની ગઇ હતી. એ પણ એક જ નજરમાં આંખના પલકારામાં મને વશ કરી ગઇ. હું સમજી શકું એટલી વારમાં તો આ બધું ઘટિત થઈ ચૂક્યું હતું.
વાતની શરૂઆત કરું તો હું દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર રજાઓ ગાળવા માટે બસમાં જવાનો હતો. અને બસ પણ એ સમયે ભારે મથામણ પછી મળી હતી અને હું બસ સ્ટેશન પહોંચી બસમાં બેસી ગયો. આ સફર જીવનભરનો યાદગાર બની જવાનો હતો એ મને ક્યાં ખબર હતી.
જે બસમાં હું સફર કરી રહ્યો હતો તે દરમિયાન હું એકલો જ હતો અને મારી એકલતા તો મારી કલમ જ દૂર કરી શકે એ માટે મેં કલમ ઉપાડી હું હજુ લખવાનું વિચારી જ રહ્યો હતો. ત્યાં જ મારી નજર સામેના સોફા તરફ પડી ત્યાં કોઈ આંખો ન જાણે કેવી તરવરાટ અને તાલાવેલી સાથે એકીટશે આ બાજુ જોઈ રહી હતી. એ આંખો ની ચમક તો તમે ન પૂછો વાત એ અંધારામાં મારું ધ્યાન ખેંચી લીધું એટલી જોરદાર એ આંખો. મારું ધ્યાન એ તરફ થયું એટલામાં તો એ આંખો જાણે સુરજ છુપાય પહાડો વચ્ચે એમ છુપાઈ ગઈ.
લખવા માટે કલમ પણ હવે તો મથામણ કરવા લાગી હતી. વિચાર શક્તિ એ બાજુ જ દોરાય રહી હતી કોણ હશે એનો આ તરફ જોવાનો હેતુ શું હશે.અને કેટલાય વિચારોનું ગૂંચળું આજ મથાવી રહ્યું હતું મનને. આ વિચારો માં કલમ ને તો એની આંખ પર લખવાનું સુજે.
કલમ થોડી ઘણી ચાલી ત્યાં તો બસ થોભી અને બારી બહાર ડોકિયું કરી જોયું તો એક હોટેલ સામે દેખાતી હતી. એટલે બધા યાત્રીઓ વારાફરતી નીચે ઉતરવા લાગ્યા અને હું પણ તૈયારી કરતો હતો એવામાં સામેના સોફાની આડાશ ખુલી. હૈયું તો તાલાવેલી થી ભરપૂર. કેમ જાણે કોઈની વર્ષો થી રાહ જોતું હોય એવું એકીટશે જુએ વાટ. ત્યાં તો એક ગુલાબ ખીલ્યું હોય એમ એક ગુલાબી ડ્રેસમાં સજ્જ એક છોકરી બહાર પગ મૂકે છે અને મનની અંદર તો ઇચ્છાઓ વધારે ઉછાળા લઈ રહી હોય એમ એ જ તરફ ધ્યાન અને ધ્યાન બેધ્યાન કરી નાખે એવો એનો ચાંદ જેવું મુખ જોવા મળ્યું. શુ ખૂબસૂરતી આપી ભગવાને એ છોકરીને…. કાનમાં બંને તરફ મસ્ત લહેરાતા ઝૂમકાં… મોઢા આગળ આવતા રેશમી વાળ, સુવાળાં હોઠ, ચમકતી એ આંખો.. કેટલું વર્ણન કરું ત્યાં તો ઉતાવળે એ છોકરી બહાર આવી.
કંઈક ગોતતી હોય એમ આમ તેમ જુએ… નીચે જુએ… આમ જુએ… ખૂબ જ ઉતાવળે કેમ કશુ કિંમતી ખોવાઈ ગયું હોય. મારા થી પણ પૂછાઈ ગયુ તો મસ્ત મીઠા તીણા સ્વરે એ છોકરી બોલી મારો ડાયમંડવાળો નેકલેસ નથી મળતો. ત્યાં જ એના સોફા તરફ મને કંઈક ચમકતું દેખાયું મારી પહેલા એ સમજી ગઇ હોય એમ એણે પાછળ જોયું અને એ જ ક્ષણે મારો આભાર માન્યો અને બસમાં થી નીચે ઉતરી પછી હું તો કેમ બસ માં રહું હું પાછળ પાછળ ઉતર્યો બહાર જઈને એને જ જોતો હતો અને એટલામાં બસનો હોર્ન વાગ્યો અને બધા મુસાફરો બસમાં ફરી ચડવા લાગ્યા. કોઇના હાથમાં પોપકોર્ન કોઈના હાથમાં વેફર્સ… બધા પોતપોતાના સોફામાં જઈ રહ્યા હતાં
અચાનક મારું ધ્યાન ગુલાબી રંગના ડ્રેસ તરફ ખેંચાયું એ જ સુંદર ચહેરો હાથમાં આઇસ્ક્રીમનો કોર્ન રાખી ને નાના બાળકની માફક આઇસક્રીમની મજા માણી રહી હતી નિખાલસતાથી કેવી મસ્ત રીતે જીભથી સુવાળી રહી હતી આઇસ્ક્રીમને અને એ તરફ ધ્યાનમાં પગમાં ઠેસ આવી પાછળ વાળા ભાઈ કહે જોઈને ચાલો પેલી છોકરીનું ધ્યાન પણ મારી બાજુ ગયું અને મસ્ત મજાનું નિખાલસતા થી હસી એ તો પછી મારી સામે જોઈને અચાનક જ ચૂપ થઈ ગઈ અને પોતાના સોફામાં જતી રહી.
હું પણ આગળ વધીને મારા સોફામાં બેસી ગયો બારી બહારનું અંધારું જોઈ રહ્યો હતો જોતજોતામાં ક્યારે નિદ્રા રાણી મને એના પાલવમાં સુવડાવી દીધો ખબર જ નહીં.
પછી તો બારીમાંથી સુરજ દાદા દેખાયા અને હવે સવાર પડી અને મસ્ત ખેતરો અને લીલુંછમ ઘાસ દૂર દૂર સુધી દેખાય રહ્યુ હતું અને સફાળું મને મનમાંથી કોઈ સંદેશ આવ્યો હોય એમ મેં તો સોફાની આડાશ દૂર કરી અને પહેલી જ નજર સામેના સોફા પર ગઈ અને ત્યાંનો દરવાજો ખુલ્લો હતો અને કોઈ ન હતું મનમાં એક નિરાશા છવાઈ ગઈ. અને ધ્યાન એ સોફા પરના ગુલાબી રંગના દુપટ્ટા પર પડી અને મેં હાથમાં લીધો. એમાંથી અત્તરની સુગંધ આવી રહી હતી. ત્યાં જ ડ્રાઇવર સાઇડ થી કોઈ એ બુમ પાડી અને એ મારું ઉતરવાનું ગંતવ્ય સ્થાન હતું.
ઉતાવળે બધું સંકેલ્યું અને દુપટ્ટો પણ મારી બેગમાં જ નાખી દીધો. હજુય એ સફર યાદ આવે જ્યારે એ દુપટ્ટો જોવ ત્યારે અને વિચાર આવે ” એ કોણ હતી! ” જે પળવારમાં મારા દિલની બની ગઇ.
પીડાદાયક લાગણીઓ
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...