ડિરેક્ટર એસ એસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRRની રિલીઝ ડેટ આવી ગઇ છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રામચરણ , જુનિયર એનટીઆર , અજય દેવગણ , આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આ ફિલ્મ પહેલા 21 જાન્યુઆરી 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી.આ ફિલ્મ 450 કરોડ રૂપિયાના બિગ બજેટમાં બની રહી છે, જે તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ એમ 5 ભાષામા સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી...