“શેઠ જી, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સંસ્થાના રેગ્યુલર દાતા છો, કાલ સન્માન સમારોહ છે તો પહોંચી જવા વિનંતી.” આટલું કહીને રેખાબહેને ફોન કટ કર્યો.
સન્માન સમારોહમાં હાજરી આપી, સન્માન સમારોહ સમાપ્ત થયા પછી શેઠ મોહનભાઈ બોલ્યા કે,”મારા સ્પેશિયલ સન્માનનું શું છે?” એનો પ્રત્યુત્તર આપતા સંચાલક રેખાબહેન કહે, “આપને ખબર છે હું તો તૈયાર જ છું પણ આપની બીજી કોઈ પસંદગી હોય તો કહો?”
મોહનભાઈ બીજા દસ હજાર રેખાબહેને આપ્યા અને કહ્યું, “આજે રાત્રે સ્પેશિયલ સન્માન પત્રક હાજર રાખજો. ” એના કુટિલ વિચાર પર રેખાબહેને સંમતિ આપી.
“ડ્રાઈવર ,ચાલ રાતે પાછું અહીં આવવાનું છે ” શેઠની આ વાત પર ડ્રાઈવર ખંધુ હસ્યો અને મનમાં જ બોલ્યો,
“વાહ શેઠ વાહ,એરણની ચોરીને સોયનું દાન’ એ આનું નામ.”
જાગૃતિ કૈલા