હું રિસાઈ જાવ અને તારું મને બાળક બનીને મનાવવું ,
આપણે એકબીજાને વિચારોથી સમજવાનું કારણ છે.
પ્રેમ ના પંથે સાથે ચાલી રાહ દેખાડતું રેવું,
આપણી રાહ એક હોવાનું કારણ છે.
જીવન ના રંગો મા જીવ પૂરી રંગમંચ બનાવું,
આપણો આત્મા એક હોવાનું કારણ છે.
તારા શ્વાસ થી મારા શ્વાસ ને રુદયે થી અનુભવવું,
આપણા શ્વાસે શ્વાસ ને એક સાથે ભરવાનું કારણ છે.
વાતે વાત માં નાની મોટી વાત મા ઝઘડવું રેવું,
આપણા એકબીજાના નહીં હોવાનું આભાસી કારણ છે.
તારી વાત ના માની ને પછી તારું વાવાંઝોડા ની જેમ ત્રાટકી પડવું,
તારો મારા પ્રત્યે નો પ્રેમ કેટલો નિખાલસ છે એનું કારણ છે.
✍ગિરિમાલસિંહ ચાવડા “ગીરી”