જે રાત્રે તું મારા સપનામાં આવે,તે સવારે મને જાગવાનું મન જ ના થાય,
એનું નામ પ્રેમ. પ્રેમ થવો સહેલો છે કોઈને ગમી જવું સહેલું છેકોઈ મળે વાત થાય આંખોને ગમે મનમેળ થાય પછી વાતો લંબાય અને પછી એક બીજાનો સાથ ગમવા લાગે અને છેલ્લે એક બીજાની આદત પડી જાય પણ જો મનમેળ ના થાય અને અલગ પડવાનું થાય તો એવું જરૂરી નથી કે એક બીજા પર કીચડ ઉછાળી એક બીજાનો વાંક કાઢી અલગ થવાનો દોષનો ટોપલો, ઓઢાડવો કે એ ના સ્વીકારવું કે હું આ માટે જવાબદાર છું.
શું એવું ના બની શકે હું તારો અને તું મારો એ જ આદર સન્માન સાથે અસ્વીકાર કરી અલગ થઈએ એવું ક્યાં લખ્યું છે ? અલગ થવી એટલે ઝગડો કરી કે એક બીજાનો વાંક કાઢીને જ અલગ થવું કારણો દુનિયા માટે જરૂરી છે અને દુનિયાને તમારાથી નહિ તમારામાંથી મળતા મનોરંજનમાં રસ છે તો દુનિયાદારી ભૂલી એક બીજાના આદર સાથે અલગ થઈએ એક બ્રેક અપ તારા આદર અને સન્માન સાથે તારી સાથે હું બહુ ખુશ હતોએ દરેક પળ દરેક ઘડી માટે તારો દિલથી આભાર તું હમેશા દિલથી યાદ રહીશ કેમ કે સૌથી પેલા તો દોસ્ત હતા ને આપણે અને દોસ્ત તો હમેશા દિલમાં રહે છે.