એ દિવસ બાદ એ નદીનાં વહેતા પાણી ની માફક વહી ગયોત્યારબાદ છેક આજે મળ્યો હતો અને એય એક દેવદૂત ની જેમ! એ ન હોત તો એ સાંજે હું એ રેલવે સ્ટેશન પર ચોક્કસ તણાઈ ગઈ હોત! એમ વિચારતા જ એ રડી પડી. એને જોઈ વિવેક બોલ્યો,
“ઓહ પ્રતિષ્ઠા, રડ નહીં આપણે બચી ગયા છીએ..”
“આ તો આનંદ નાં આંસુ છે વિવેક… ભગવાને જ મારી મદદે તને મોકલી આપ્યો !તારો આભાર માનું એટલો ઓછો છે!”
“પ્રતિષ્ઠા, તારો આભાર કે તું મને મળી. તું ટ્રેનમાંથી ઉથરી ત્યારે હું પણ પાણીની બોટલ ખરીદવા માટે ટ્રેન પર થી ઉતર્યો ત્યારે પૂર વિશે જાણ્યું બધું જાણેલું અને લાઈવ જોયું ત્યાં જ તને ફસાયેલી જોતા તારી પાછળ આવ્યો. તેમાં પણ પૂરનો પ્રવાહ વધતા તને તે પાણીમાં ગબડતી જોઈને હું દોડયો અને પછી જે કંઈ થયું એ તું જાણે જ છે! મારે તને પકડવી પડી,ખેંચવી પડી, પરંતુ એ સિવાય છૂટકો ન હતો.. સોરી.”
શું બોલ્યો? સોરી…! તું કે હું? મેં તારી તે વખતે ઠુકરાવેલી પ્રપોઝલને ભૂલીને પણ મારી મદદ કરીને મારો જીવ બચાવ્યો.ખરેખર મારે તને સોરી કહી ને તારો આભાર માનવો જોઈએ.”
“પ્રતિષ્ઠા, એ બધું છોડ… હવે એ વિચાર કે આ પાણી નહિ ઉતરે ત્યાં સુધી આપણે આગળ ઘરે કઈ રીતે જઈ શકીશું? શું કરીશું?” વિવેકે ચિંતા સાથે પૂછ્યું.
પ્રતિષ્ઠા થોડું વિચાર્યા બાદ ઉદગાર સાથે બોલી કે આઈડિયા! અહીં રેલવે સ્ટેશન ની પાસે જ મારા પિતા ના એક દૂરનાં મિત્રની હોટલ છે એમાં રોકાઈ જઈએ. થોડું પાણી ઓસરશે એટલે તુરંત જ ત્યાં થઈ નીકળી જઈશું.
વિવેકે થોડું વિચારતા અને થોડા અચકાતા સ્વરે હા પાડી. બંને હોટલ પર પહોંચ્યા જ્યાં કોઈ જ રૂમ ખાલી ન હતા. અને ત્યારબાદ પ્રતિષ્ઠાએ પોતાના પિતાની ઓળખાણ આપી ને મહા મહેનતે માંડ એક રૂમ મળ્યો. બંને એ બેડ અલગ કરાવ્યા. બંને ફ્રેશ થયા. વિવેકે ભીના કપડાં હોવાથી પણ સાથે નો સામાન ટ્રેન માં છૂટી ગયો હોવાથી બેડશીટ અને ટોવેલ ની વ્યવસ્થા કરીને એ ભીના કપડાં ને રૂમ માં જ સુકવી દીધા ને પછી જમવાનું ઓર્ડર કર્યું. જમતા જમતા આ બંને જુના મિત્રો એકબીજાની લાઈફમાં શું ચાલી રહ્યું છે એની ચર્ચા કરતા હતા એવા માં વિવેકે પ્રશ્ન કર્યો કે શું કરે છે તારો પતિ? કેવું ચાલે છે લગ્નજીવન? બસ એટલું સાંભળતાની સાથે જ એ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. આમ પોતાની મિત્ર કે જેને તે ચાહતો હતો. તેને રડતી જોઈ ને તે પ્રતિષ્ઠાની નજીક આવ્યો. વ્હાલ અને હૂંફ થી તેના માથે હાથ ફેરવીને શું થયું એ હકીકત જાણવવા કહ્યું. તેનો પતિ તેને છોડી ને અન્ય સ્ત્રી સાથે પરણી ને તેની સાથે મારા દિલ થી,મારી લાઈફ થી, અને આ દેશ થી, બહુ દૂર જતો રહ્યો છે. પ્રતિષ્ઠા નાં મોઢેથી આ શબ્દો બહાર નીકળવા માં રીતસરનો ભાર વ્યક્ત કરતા હતા. વિવેકે શાંતવના આપી ને આગળની હકીકત જાણવા મળી કે તેને એક દીકરી છે. અને હવે તે અને તેની આ દીકરી બંને પોતાના પિયરે તેના મમ્મી સાથે રહે છે. સંયુક્ત કુટુંબ હોવાથી અને ધનાઢ્ય હોવાથી આર્થિક રીતે વેલસેટ છે. અને તેની દીકરી પણ ત્યાં નાના-નાની અને મામા-મામી સાથે રહે છે. પ્રતિષ્ઠાને સાંત્વના આપી ને તેને મહામહેનતે શાંત કરી પછી બંને શાંતિ થી સુઈ ગયા. વિવેક મોડી રાત્રી સુધી જાગતો હતો અને વિચારતો રહ્યો કે કુદરત આવું કઈ રીતે નિર્લજ્જ થઈ શકે કોઈ સાથે! એ પણ એની સાથે કે જેને તે એક સમયે ચાહતો હતો! સવાર પડી ને બંને ઉઠ્યા ત્યારે પ્રતિષ્ઠાએ જોયું કે વિવેક તૈયાર થઈ ચૂક્યો હતો. આવું બે થી ત્રણ દિવસ ચાલ્યું અને બંને ને હોટલ માં જ બંધાઈ ને રહેવું પડયું. પણ બંને આમ ભૂતપૂર્વ મિત્રો એટલે પોતાના અનુભવો કહેતા જાય અને દિવસ પસાર કરતા હતા.
છેવટે ચોથા દિવસે સવારે બંને ઉઠ્યા અને ફ્રેશ થઈ ને આજે ઘર તરફ રવાના થવાની તૈયારીઓ કરતા હતા. વિવેકે ખૂબ ભારે સ્વરે કહ્યું કે,તું અત્યારે શું વિચારે છે એ મને ખબર નથી. મારે શું અને કેવી રીતે રીએક્ટ કરવું જોઈએ એ મને ખબર નથી. તને જાણી ને આશ્ચર્ય થશે કે મેં ક્યારેય તારા સિવાય ની સ્ત્રી સાથે ની જિંદગી વિચારી પણ નથી માટે મેં આજ સુધી લગ્ન પણ નથી કર્યા. તું એક બાળકી ની માં છો અને એક મા નું સંતાન પણ. હું કોઈ રીતે તને હર્ટ કરવા નથી ઇચ્છતો. એક મિનિટ સન્નાટો છવાયો. લાંબા શ્વાસ સાથે કઈક કહેવા હિમ્મત પણ ભરી હોય તેમ વિવેક બોલ્યો કે તું તારા મમ્મી અને બાળકી સાથે વાત કરી જુએ. પ્રતિષ્ઠા એ ખૂબ ઉદગારભર્યા સ્વરે પૂછ્યું, “પણ હું એમને સેનાએ વિશે પૂછું? શું પૂછું?” વિવેકે ખૂબ શરમાળ સ્વરે કહ્યું કે “તું મારી સાથે પરણશે તો એ મારું સદભાગ્ય હશે… ” આ સાંભાળતા ની સાથે જ પ્રતિષ્ઠા ખૂબ જ ભાવુક થઈ ને રૂમ નાં એક ખૂણે બેસી ને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. વિવેક તેની પાસે ગયો ત્યારે તે વિવેક ને રડતા સ્વરે કહેવા લાગી કે, “તું મને બધી પરિસ્થિતિ સાથે સહર્ષ સ્વીકારવા તૈયાર છો અને એક હું કે જે તારા એ વખતે નાં પ્રેમ ને સમજી ન સકી. મને માફ કરી દે વિવેક, તારી મારા મન પર જે ટપોરી ની ઇમેજ હતી એ ખૂબ જ ખોટી અને અર્થવિહોણી હતી. જે મારી ભૂલ છે અને એનું પરિણામ હું ભોગવું છું.” વિવેકે તેને છાની રાખી.પ્રતિષ્ઠા એ વિવેકની આંખોમાં જોઈ ને કહ્યું કે હવે મને સમજાય છે કે તું મારા માટે બેસ્ટ હતો અને હવે મારા અને મારી દીકરી બંને માટે પણ. લવ યુ વિવેક… પ્રેમ નાં આ શબ્દો સાંભળી ભાવવિભોર થઈ ગયેલો વિવેક પ્રતિષ્ઠાને ભેટી પડ્યો.
એ ઉગતી સવાર જાણે દિવસ ની જ શરૂઆત નહીં પણ કોઈ જિંદગી ની પણ શરૂઆત હતી. બંને એક બીજા ને ભેટી પડ્યા અને આખો માંથી આંસુ ઓસરી રહ્યા હતા. અને હા! સાથે વરસાદ ના પાણી પણ ઓસરી ગયા પછી બંને સાથે ઘરે જવા રવાના થયા…. એક નવા જીવન ની શરૂઆત સાથે….