આમ તો આપણે સહુ દિલ્લી ને દિલવાલો કી દિલ્લી એવા રોમેન્ટિક નામ વડે બોલી એ બહુ ગર્વ મહેસુસ કરીએ છીએ. આ દિલ્લી વિશે લોકોની માન્યતા છે કે અહીં બધું જ બહુ થઈ થતું હશે. એ બહાના સાથે લોકો અહીં એ અહેસાસ માણવા પણ આવતા હોય છે. જોકે દેશભરનાં યુવાનોના મને આ દિલ્લી એક વિનમ્ર મજનુ હોય અને અહીં બધું જ હેપ્પી એન્ડિંગ હોય એવી પ્રતિષ્ઠા ખરી…અરે હા….પ્રતિષ્ઠા પરથી યાદ આવ્યું એવું જ કંઈક પ્રતિષ્ઠા નું પણ હતું… ગુજરાત નું કાશી કહી શકાય એવા શુશિક્ષિત અને રોયલ સીટી વડોદરા માં રાજ કરતું એક ફેમેલી, કે જેઓ આર્થિક રીતે વડોદરા નાં અતિ ધનાઢ્ય પરિવારોમાંનું એક એવા કુટુંબ માં જન્મ થયેલ પ્રતિષ્ઠા નો. આમ તો ધનાઢ્ય હોય કે ગરીબ તેમને ત્યાં જન્મેલ દરેક સંતાન તેની આસપાસ નાં વાતાવરણ મુજબ કેળવણી સાથે ઉછર્યું હોય છે. પણ પ્રતિષ્ઠા નું કંઈક અલગ જ હતું. અતિ ધનાઢ્ય કુટુંબ, તેનો રૂતબો, તેમની ઈચ્છાઓ, નવાબી શોખો, રહેણી કહેણી, એ તમામ થી એ જાણે પર હોય તેવી અલગ જ પ્રતિષ્ઠા વાળું એનું જીવન. જોકે નામ જ પ્રતિષ્ઠા . એટલે પોતાના વિચારો સાથે અલગ તરી આવતી સ્ત્રી હોવાની ખરી… પ્રતિષ્ઠા ધનાઢ્ય પરિવારો ની ધનાઢ્યતા, પાર્ટી, નબીરા શોખો,નખરા,ઉડાઉ ખર્ચ, વગેરે શબ્દો અને વર્તન થી રીતસર ની ચીડ હોય એમ આ બધા થી ખૂબ જ દૂર પોતાના વિચારો અને મિત્રો સાથે ની મસ્ત અને અલગારી જીવનશૈલી જાણે એનું જીવન જ કેમ હોય! એમ જ જીવતી.એક વખત એ પોતાના નાનપણ નાં મિત્રો કે જેઓ ને પ્રતિષ્ઠા વર્ષો પછી મળી હતી. તેમની સાથે મળી ને સૌ એ કુલ્લુ-મનાલી નો પ્રવાસ નક્કી કર્યો. તેના પરિવાર ને પ્રતિષ્ઠા નું મિડલકલાસ મિત્રોનું વહેવાર રાખવું સહેજે પસંદ નહતું. પણ પ્રતિષ્ઠા ની જાણે એ જ દુનિયા હોય એવું સ્પષ્ટ જુએ અને એથી જ તેઓ પ્રતિષ્ઠા ની ખુશી માટે જતું કરતા.
પ્રતિષ્ઠા નાનપણનાં મિત્રો સાથે મનાલી નો એક યાદગાર પ્રસંગ હોય તેમ એ પ્રવાસ ને માણી ને દિલ્લી સુધી બસ માં અને ત્યાં થી વડોદરા ની ટ્રેન માં બેઠી. જોત-જોતા માં સુરત આવ્યું. દિલ્લી થી ટ્રેન માં બેઠેલી પ્રતિષ્ઠા ને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે સુરત માં તાપી નદીમાં પુર આવશે. એ રેલવે સ્ટેશને ઊતરી.તેની સાથે તેના મિત્રો માં નો એક પણ ઉતર્યો. સ્ટેશન પર તમામ નાં મોઢા પર ચિંતાની રેખાઓ દેખાતી હતી. અને એ પણ એ હદ સુધી કે જાણે ચિંતા થી વધુ કઈ આક્રમક શબ્દ હોત તો એ વધુ સારો લાગત! એમ કહી શકાય. સ્ટેશન પર કીડિયારા ની જેમ માણસો ઉભરાતા જોવા મળ્યા. કારણ કે આસપાસ નાં તમામ વિસ્તારો માં પાણી ભરાયું હતું અને સદનસીબે સ્ટેશન વિસ્તાર એમાંથી બાકાત હતો. રાત સુધી માં પુર નાં પાણી વધવાની શકયતા હોવાની વાતો થતી હતી. ઘણા શ્રમજીવી પોતપોતાના વતન જવા રેલવે સ્ટેશને આવ્યા હતા. પ્રતિષ્ઠા ને તેની સાથે રહેલ મિત્રો માં નો એક ટ્રેન માંથી સાથે ઊતર્યો છે તેની કોઈ જ જાણ ન હતી. અને તે સ્ટેશન ની ભારે ભીડ વચ્ચે થી આગળ વધી.રિક્ષાઓ થોડાક અંતરો સુધી ફરી રહી હોવાથી તેને એક રીક્ષા પકડી પરંતુ થોડે દુર ગયા ત્યાં જ સામે થઈ આવતી રિક્ષાવાળા અને બીજા લોકો બૂમ પાડવા લાગ્યા કે પેલી સાઈડ કેમ નાં જવ છો મોટાબેન.. ત્યાંથી તો પેલી તાપી નું પુર આવી રહ્યું સ પુર…આગળ કેમનુય જવાય એમ નહી. આ બુમો સાંભળીને પ્રતિષ્ઠા ના રિક્ષાએ વાળા એ આગળ જવાની ના પાડી દીધી અને તેની પાસે થી ઓછું ભાડું લઈ ને તેને ત્યાં જ ઉતારી મૂકી. પ્રતિષ્ઠા બેગ લઈ ને ગમે તેમ કરી ને વડોદરા ઘરે પહોંચવાનું વિચારી આગળ ચાલવા માંડી. સાંજ ઢળી રહી હતી એટલે પોતે એકલી છે અને આગળ નાં વિસ્તાર માં શું પરિસ્થિતિ હશે? કેવી રીતે વડોદરા પહોંચશે ? એ વિચારતી હતી ત્યાં જ જોયું તો આગળ તો પાણી ભરાયેલા હતા. જોકે ઘણા લોકો તેમાં થઈ પસાર થઈ ને જઇ રહ્યા હતા એટલે તેણેય
તેમાંથી ચાલતા જવાનું મુનાસિબ માન્યું.હજી થોડી વાર થઈ હશે ત્યાં જ એકાએક પાણી નો ધસમસતો પ્રવાહ આવતા એ ખેંચાઈ અને પડી ગઈ. તેને લાગ્યું કે એ તણાઈ જશે ત્યાં જ એક પુરુષે એને પકડી.તે વ્યક્તિ એ તેણીને ઉભી કરી પણ પગ ખસકી જતા અકસ્માતે તેને વળગી પડી અને બંને પડ્યા. પ્રતિષ્ઠા અને વિવેક બંને આખા ભીંજાઈ ગયા હતા અને પાણી કેડસમું થઈ ગયું હતું ઉપર થી ધસમસતો પ્રવાહ હોવાથી પાણી વચ્ચે સંતોલન રાખવું અઘરું હતું. એટલે તેણે તે પુરુષ થી પોતાનો હાથ છોડ્યો નહીં અને તેને સલામત જગ્યા પર પહોંચવા તેનો હાથ વધુ મજબૂતાઈ થી પકડી રાખ્યો, મહામહેનતે એ વ્યક્તિ રસ્તાની એક સાઈડ પ્રતિષ્ઠા ને ખેંચી ગયો જ્યાં પાણીનું અને જીવનું જોખમ બંને ઓછા હતા. બંને ત્યાં ઉભા રહી રાહતનો શ્વાસ ખાવા લાગ્યા.પ્રતિષ્ઠા એ મો પરથી લૂછી પાણી કાઢવા હાથ ફેરવતા આંખો વ્યવસ્થિત ખુલી અને તેણે બચાવનાર મદદ કરનાર શખ્સ સામે જોતા જ ચોંકી ગઈ! એ વ્યક્તિ વિવેક હતો જે તેની સાથે મનાલી ની ટ્રીપ પર પણ સાથે હતો.જોકે પ્રતિષ્ઠાના મનમાં તેની છાપ તોફાની, ટપોરી જેવી હતી. એ માથાભારે ગણાતો હતોમ અને તેની આખી ગેંગ હતી અને તેની સાથે મળી ને તે ભારે ઉત્પાત મચાવતો રહેતો. જોકે એ કોઈ પણ વિદ્યાર્થી ને કંઈપણ તકલીફ હોય તો મદદ પણ કરતો. એક વખત કોઈ વિધાર્થી એ તેણી ની મસ્તી અને છેડતી નો પ્રયાસ ત્યારે તેણીએ બુમાબુમ કરતા દોડી આવ્યો અને પેલા નરાધમ ને ધોઈ નાખ્યો. જોકે તેમ છતાં પણ પ્રતિષ્ઠા નાં મને વિવેક ની છાપ એક ટપોરી થઈ કઈ વધુ સુધરી ન હતી, છતાં ક્યારેક વિવેક સામે મળે તો ધીમી સ્માઈલ આપી ને એના ઉપકાર નું માનથી જાળવાતી. આવું આખું ચાલ્યું. આખું વર્ષ પૂર્ણ થઈ ગયું પણ બંને નાં સબંધો એવા જ હતા. વિવેક પણ ઘણી બધી સાથે ભણતી છોકરીઓ નાં સંપર્ક માં હતો. છતાં પ્રતિષ્ઠા નાં મન માં રહેલી તેની છાપ કેમ હતી એ તેને સમજાતું ન હતું. વિવેકે કોલેજ નાં છેલ્લા દિવસે બધા મિત્રો ને પાર્ટી આપી હતી અને તે દિવસે તેને પ્રતિષ્ઠા ને પ્રપોઝ કરતા એણે ખૂબ વિનમ્રતાથી ના પાડી હતી અને ફેમિલી લવ મેરેજ કરવા કોઈ પણ સંજોગો માં તૈયાર ન થાય એમ વિવેક ને ખરાબ ન લાગે એવું કહ્યું હતું. ત્યારે વિવેકે કહ્યું હતું કે પ્રતિષ્ઠા, હું જાણું છું કે મારી છાપ એક ટપોરી તરીકે ની છે, એટલે તે મારી પ્રપોઝલ ઠુકરાવી છે, પરંતુ કોઈ વાંધો નહીં. તું મને પ્રેમ કરતો રોકી.તો નહીં જ શકે. હું જીવીશ ત્યાં સુધી તને પ્રેમ કરતો રહીશ.તું ક્યારેય મળે કે ના મળે! હા તું કોઈ પણ સમયે મુશ્કેલી માં હોય તો મને યાદ કરજે,હું દોડતો આવીશ!
(ક્રમશ:)