એક પતંગ સમજાવે
રસિયાને
શીદને દોરાને પાય છે
માંજો…કાચ…ચરસ ને મીણ…
કહે પતંગવીર-“તું શું જાણે?
બસ! તું ઊડ. ”
પવન સંગે ઊડી પતંગ
આકાશને આંબવા ધડકતે હૈયે…
કાપી ઘણી બીજાની પતંગો
પણ ડર હતો તે થયું…
એક વિહંગ મસ્તીમાં ઊડતું..અથડાયું…
લોખંડી તારે
કપાઇ પાંખ, તડફડી પડ્યું ધરાએ
આકાશેથી પાડી ચીસ પતંગે-
“સમજાવ્યો સમજ્યો નહીં
હત્યા લીધી શીરે
શીદને દોરાને બનાવ્યો ઘાતકી?
શું કામ તને ન ફાવી દોરાની સાદગી?”
ખીજાઇ પતંગ….ખેંચાઈ પતંગ….
ને તારે કર્યો રસિયાના હાથે છરકો
અને પતંગે કર્યો એનાં હૈયે….
~ નિલેશ બગથરિયા
“નીલ”