હું નિશબ્દ અવાક બની બેઠો હતો એની સામે. મારી આંખોમાં આંસુ હતા અને એની આંખોમાં એ જ ચમક હજી પણ બરકરાર હતી. કદાચ અમુક લોકો ક્યારેય હારતાં નથી,મૃત્યુ આગળ પણ નહીં..
“મૃત્યુ તો એક દિવસ આવશેજ…આમ રોજ ટુકડે ટુકડે મરવું એ જીવન છે?”
“જિંદગી મળી છે જે, જીવી લો દરેક ક્ષણે
આમ દરેક ક્ષણ નો હિસાબ રાખવો નકામો છે સાહેબ..”
એ મુસ્કુરાઈને બોલી…
એણે એ પ્યારી મુસ્કુરાહટ સાથે મને એ શીખવાડ્યું જે કદાચ મને આટલાં ભણતર અને ટ્રેનિંગે નહોતું શીખવાડ્યું…
અમે બન્ને થોડો સમય મૌન રહ્યા પછી મેં જ કીધું…
“ચલ નીકળીએ”..
બન્ને વચ્ચે એટલી વાત ન થઈ.. કદાચ શબ્દોની જરૂરત જ નહોતી,મૌન ઘણું બધું કહી ગયું એકબીજાને…
“શિવ, હું આવતાં અઠવાડિયે મમ્મી પપ્પા પાસે જઈ રહી છું,૧૦ વર્ષ થઈ ગયા ઘર છોડીને,હવે થોડાક મહિના એમની સાથે રહેવું છે”.
મને કંઈ જ સમજ નહોતી કે હું શું કહું, રોકવાનો હક્ક એણે આપ્યો ન હતો હજી સુધી..
“રિદ્ધિ next time મને હોસ્પિટલ સાથે લઈ જઈશ”?
“ના શિવ plz”…
“ઠીક છે ,જ્યારે સમય મળે,coffee પીવા તો જઈશું ને સાથે”..
“પેલી બેકાર coffee “??
“હા, પણ પાસ્તા ઠીક હતા”.
“હા, ચલ હવે bbye, નહિતર તારી મમ્મી , તને ઘરે થી કાઢી નાખશે”..
“હા, જાઉં છું…”
બે દિવસ માટે મારે ઓફિસના કામે બહાર જવાનું હતું,વિચાર્યું એને કહી દઉં પણ એટલી formality હતી નહી અમારી વચ્ચે એટલે નીકળી ગયો ચૂપચાપ, એક બે વાર એને call લગાડ્યો પણ જાતે જ કટ કરી દીધો, વિચાર્યું હવે એને call કરવા દઉં હવે…
(ક્રમશ:)