અમે બન્ને coffee shop માં હતા, એ ગજબની ખુબસુરત લાગી રહી હતી રેડ કુર્તિ અને જીન્સમાં, સાથે મોટા earings અને હાથમાં રંગબેરંગી બંગડીઓ સાચે એની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં.
“તને કોઈ પ્રોબ્લેમ છે શું ? મને જોઈને ચૂપ થઈ જાય છે,આમ ઘુરવાનું બંધ કર, અને બોલ”.
“હમમમ, હા.. you are looking gorgeous..”
“અચ્છા, એ તો હું છું જ…કઈ નવું હોય તો બોલ,અને આટલો મેકઅપ થોપી ને કોઈપણ સુંદર દેખાઈ શકે, તું પણ ટ્રાય કરજે કોઈ વાર”..
“શું કુર્તી, અને જીન્સ ?”
“હા હા,ના આ earings, આ બંગડી”..હસતા હસતા એ બોલી..
“કઈ ઓર્ડર કરીએ”
“હા, આમ તો તે coffee માટે કહ્યું હતું ,પણ શું આપણે કઈક ખાવા માટે પણ મંગાવીએ? બહુજ ભૂખ લાગી છે અને બિલ હું pay કરી દઈશ”..
“અરે..જે ખાવું હોય એ ખા, બિલ હું pay કરીશ”..
“હા, હું ભૂલી ગઈ,તારું તો લાખો નું પેકેજ છે,હવે એ લાખો માંથી અમુક સો મારા પેટ માટે ખર્ચી શકે છે તું..”
“બકવાસ બંધ કર અને ઓર્ડર કર”..
“એ તો કોઈ દિવસ બંધ નહીં થાય,even મર્યા પછી પણ મારી બકવાસ થી લોકો ને mentally torture કરવા માગું છું”…
મેં ઘુરીને એની સામે જોયું,
અને એણે માસૂમિયતથી પોતાની આંગળીઓ હોંઠો પર મૂકી દીધી…
અને મારું દિલ ફરી એના પર અટકી ગયું…
પાસ્તા ઓર્ડર કર્યા અમે,એ ઠીક હતા પણ coffee બહુજ બેકાર હતી અને એ પતાવી અમે બહાર નીકળ્યા, પછી થોડી વાર ગાર્ડન માં બેસવાની એની જીદ ના લીધે ત્યાં બેઠા, આમ મારી પણ ઈચ્છા હતી થોડોક વધુ સમય એની સાથે રહેવાની, ત્યાં બાળકો ને રમતા જોઈ એ બહુજ ખુશ હતી..
“રિદ્ધિ, ડર નથી લાગતો તને”,ના ઇચ્છવા છતાં હું પૂછી બેઠો..
“ડર, શેનો ડર?”..
“મરવાનો ડર, હર ક્ષણ મૃત્યું સાથે જીવી રહી છે તું,વાત નથી કરવા ઇચ્છતી કોઈ સાથે,આ માટે..પણ એ સાચું છે ને”..
“કોણે કહ્યું,હું મરી રહી છું,તને લાગે છે મને જોઈને એવું કંઈ? હમણાં થોડી વાર પહેલા તે જ તો કીધું હતું કે હું gorgeous લાગી રહી છું, makeup ધોવાઈ ગયો છે કે શું?”.
“હું મજાકના મૂડ માં નથી”
“Ohk, મને ૫ મિનિટ આપ, serious થવા માટે”…
“હવે serious થવા માટે કોણ specially time લે છે યાર?”
“હું લઉં છું”..
પુરી પાંચ મિનિટ અમે વાત ન કરી, અને એ ૫ મિનિટ મારી જિંદગી ની સહુથી લાંબો સમય હતો…
“હું serious થઈ ગઇ છું હવે બોલ”..
“રહેવા દે હું જ બોલું છું”..
“You know, જ્યારે મને બીમારીની ખબર પડી, કે જેના કારણે હું મરી જઈશ,બે દિવસ બહુ જ તમાશા કર્યા,બાલ્ટી ભરીને આંસુ વહાવ્યા, ખાવા પીવા નું બંધ કરી ને એક રૂમમાં ખુદને બંધ કરી, મમ્મી પપ્પાને કોલ કરી કહી દેવાનું મન થયું,પણ કઈ બોલી ન શકી,ન કોઈ દોસ્ત સાથે share કરી શકી, actually મારો આ પ્રોબ્લેમ છે કે હું મારા પ્રોબ્લેમ્સ નથી કહી શક્તી કોઈ ને, પોતાની કમજોરી નથી બતાવી શકતી..”
“પછી વિચાર્યું કે લોકો ને મૃત્યું કીધા વગર આવે છે અને મને કહી ને, આનાથી વધુ સારું શુ હોઈ શકે, મને ખબર છે મારી જિંદગી કેટલી છે..પછી મેં વિચાર્યું કે લોકો ની જેમ નહિ મરું રોજ રોજ..પરંતુ હું હવે જીવીશ જિંદગી ની દરેક ક્ષણો ને, એ બધાંજ કામ કરીશ જે હું કરવા માંગતી હતી,અને આમ જુઓ તો બધીજ ઈચ્છાઓ ઈશ્વરે મારી પુરી કરી દીધી છે, તો એ ઈશ્વર સાથે કેમ ઝગડો કરું ? હા treatment લઈ રહી છું,પણ હું હોસ્પિટલ માં દિવસો ગણી ને નથી મરવા ઇચ્છતી, હું જ્યારે પણ જાઉં છું હોસ્પિટલ , જોઉં છું લોકો કેવી રીતે એક દિવસ આવી રહેલા મૃત્યું ની રાહ જુએ છે ,બસ હું દરેક દિવસ ને જીવી ને મરવા માંગુ છું,અને આમપણ તારે પણ એક દિવસ મરવાનું જ છે તું ક્યાં અમૃત પી ને આવ્યો છે? અગર મારે ડરવાનું હોય તો તારે પણ ડરવું જોઈએ mr. Shiv Sharma”…
“Offo.. પાછો ચૂપ…હવે બોલીશ કઈ ….”