હું જેવો સોફા પરથી જવા ઉઠ્યો, સામે ટીપોય સાથે ટકરાઈ ગયો અને થોડીક ફાઈલો પડી નીચે અને હું એ ઘભરાટ સાથે ઉપાડવા લાગ્યો..
“રહેવા દે…હું લઈ લઈશ..
એણે મારી ગભરામણ જોઈ કહ્યું..
મેં જોયું એ કોઈ હોસ્પિટલ ની ફાઇલ હતી…
“શું થયું છે તને? તું ઠીક તો છે ને,આ હોસ્પિટલ ના કાગળો??”
“હા.. ઠીક છું હું…કેન્સર છે મને”..
કેન્સર.. …?
સાંભળીને મને હાર્ટ એટેક આવવામાં હતો, અને એ એકદમ શાંત ભાવ થી બોલી, જે કેન્સર જેવાં ઘાતક શબ્દ ને વજન માં હળવું કરી રહ્યું હતું…
મને કંઈ જ સમજ માં નહોતું આવી રહ્યું કે શું કરું,એને કોઈ sympathy ની જરૂર નહોતી જે હંમેશા કેન્સર ના દર્દીઓને આપવામાં આવે છે, એ એક પણ ક્ષણ માટે અસહજ ન હતી કેન્સર સાથે…
“લાવ, હું મૂકી દઈશ”…
એણે ફાઇલ લીધી અને અચાનક એ જ વખતે મમ્મી નો કોલ આવ્યો જે મેં કટ કર્યો અને બસ ” ધ્યાન રાખજે” કહી ને નીકળી ગયો એના ઘરે થી…
મને યાદ નથી કે કોઈએ મને એના ઘરે થી નીકળતા જોયો કે નહીં,મારા કાનો માં તો બસ સતત એકજ શબ્દ અફડાતો હતો…
“કેન્સર” ….
બે દિવસ એમ જ વીતી ગયા વિચારમાં કે વાતની શરૂઆત ક્યાંથી કરું…
રોજ જાણીજોઈને office માટે એ સમયે જ નીકળતો જે સમયે એ office જવા નીકળે, અને એ મીઠી મુસ્કાન આપીને નીકળી જતી…
ક્યારેક એ વિચારતો કે હું કેટલો ડરપોક છું અને એ કેટલી બહાદુર,કે જે કેન્સર નામ સાંભળી ને મારા મોતિયા મરી ગયા એ બીમારીમાં એ સહજ રીતે મુસ્કુરાઈ ને જીવી રહી છે..ના જાણે કેટલી વાર એને msg કરવા માટે type કર્યું અને કેટલાય blank msgs મારા મોબાઈલ ના draft folder માં save થઈ ચૂક્યા હતા..
હું એટલો ડરી ગયો હતો અને એ એકદમ બિન્દાસ્ત,ખુદ માં મસ્ત અને બેફિકર..ઘણીવાર એ વિચાર પણ આવ્યાં કે કદાચ એણે મજાક કરી હોય..હા, એ કરી શકે..પણ આવી મજાક હજી સુધી મેં નથી જોઈ..
જેટલાય cancer patients જોયાં છે, એમનાં ઘરે એમની મોત પહેલા માતમનું દ્રશ્ય હોય છે અને જિંદગીની બચેલી ક્ષણો પણ એ લોકો મરતા મરતા વિતાવતા હોય છે..
“મૃત્યુ પહેલાં હર ક્ષણ મૃત્યુ,” કંપી ઉઠું છું એ બધું વિચારી ને..અને એ, એ તો જાણે ઉડતું ખીલતું રંગબેરંગી પતંગિયું, દરેક ક્ષણ નવી જ લાગે મને”…
થોડીક હિંમત ભેગી કરી call કર્યો એને,જે એક જ રિંગ માં એણે ઉપાડી લીધો…
“હા, શિવ બોલ”…
“શિવ”, એનાં મોઢે મારુ નામ સાંભળી ને ખુબ જ ખુશી થઈ, એકદમ નવું લાગ્યું..
“Hello, are you there??”
“હા, હા, અહીં જ છું હું રિદ્ધિ”..
“તો બોલ, હું ઓફિસ માં છું અને આજે વિકેન્ડના હિસાબે બહુ જ ભીડ છે બેન્કમાં”..
“આજે coffee પીવા મળીએ બહાર”..
“કેમ,મારા હાથ ની કોફી પસંદ ન આવી કે હજુ તારે કઈ પૂછવું છે,?”
“બસ, એમ જ સમજ , કઈ પૂછવું છે”..
“Ok , સાંજે મળીએ”..
“સારું હું venue તને text કરું છું”..
“Hmmm, now ,bbyee..”
ઊંડો શ્વાસ લઈ હું ફોનને એકીટશે જોઈ રહ્યો ,થોડી વાર..પછી ન જાણે શું સુજ્યું કે મારા notepad માં શિવ સંગ રિદ્ધિ લખવા લાગ્યો અને એ પણ heart બનાવીને..
જાણું છું કે આવી હરકત સ્કૂલ,કોલેજના બચ્ચાંઓ કરતાં હોય છે..
આમ તો શિવ સાથે ગૌરી અને ગણેશજી સાથે રિદ્ધિ ફિટ બેસતા હોય છે પણ રિદ્ધિ અને શિવ આજે વધારે સુંદર લાગી રહ્યાં હતાં એક સાથે મને..પછી એ બધાં જ પેપર જેમાં અમારા બન્નેના નામ લખ્યાં હતા એ એક folderમાં મૂકી ઓફિસ બેગમાં મૂકી દીધા હંમેશ માટે…
(ક્રમશ:)