“એમ“.
“હમ્મ“..
હું મારા સ્વપ્નોની દુનિયામાંથી બહાર આવ્યો…
“પૂરો બાયોડેટા કાઢીને લાવ્યો છે એટલે..જોઉં છું, mood હશે ત્યારે કરી લઈશ, પણ આમ અચાનક તને કેમ આટલું concern થયું ??
“અરે..આપણે પાડોશી છીએ,થોડુંક concern તો હોય ને“..
“તો તું એ જ કહેવા આવ્યો હતો કે મારે લગ્ન કરી લેવા જોઈએ..” પાછું હસતાં હસતાં બોલી…
“ના રે..મેં તો એમ જ કીધું, actually colony માં બધાં આડીઅવળી વાતો કરતા હોય છે ,તારા વિશે“..
“હવે તું મારા ઘરે, મારી સાથે કોફી પી રહ્યો છે તો તારી વાતો પણ થશે સાહેબ, અહીંથી નીકળીને તારે દરેક ઘરે સફાઈ આપતાં જવું પડશે કે તે ફક્ત કોફી પીધી છે, બીજું કંઈ નથી કર્યું“..
આ વખતે પાછું જોરથી ખડખડાટ હસી મારા પર એ,હવે ખબર નહી કેમ મને પોતાના પર ગુસ્સો આવ્યો, પણ હવે પાછું ના આવવું પડે વિચારીને તો વાત clear કરવી હતી, પછી ખૂબ જ હિંમત એકઠી કરી, ઊંડો શ્વાસ લીધો અને છેવટે એને પૂછ્યું..
“તે મને reject કેમ કર્યો હતો?”..
“શું..? મેં ક્યારે તને reject કર્યો?
એની કાળી ભમ્મર આખો થોડી વધારે મોટી લાગી રહી હતી…
“મેં લગ્ન માટે તને propose કર્યું હતું ને તને, તે ના પાડી હતી, શું કમી છે મારા માં ? ,સારો દેખાઉં છું,લાખો કમાઉ છું,ખાનદાની છું, જૈન વાણિયો છું“…
એક જ શ્વાસે એની સાથે નજર મેળવ્યા વગર હું બોલતો ગયો,અચાનક આટલું બધું બોલી ને હું અટકી ગયો, કદાચ અટકવાનું કારણ મારી સામે એકીટશે જોઈ રહેલી એની આંખો અને મધ્યમ મુસ્કાન હતી…
“ઓહહ,.. તો તું આ વાત કરવા આવ્યો હતો,ઘણાં દિવસો થઈ ગયા ને એ વાત ને ? અને હું તો ભૂલી ગઈ હતી અને તે તો મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું,મને લાગ્યું કે તારી મમ્મી એ ના પાડી હશે…
“સાંભળ,એવું કંઈ જ નથી કરી કે મેં તને reject કર્યો છે… બસ તે મને propose કર્યું ને મેં ના પાડી, કારણકે મારે હમણાં લગ્ન નથી કરવા…”
“કેમ નથી કરવા ?”
“એ મારું પર્સનલ reason છે,અથવા સમજી લે કે ચોઇસ છે મારી“…
“અચ્છા, એ તો બોલ કે શું કમી છે મારામાં,જેથી તે મને ના પાડી ?”…
“કઈ ઓછું નથી,અને કોઈ મોટું કારણ પણ નથી,બસ નથી કરવા લગ્ન હમણાં“..
“હમમમ, ઠીક“…
“હવે clear થયું કે હજી પણ કોઈ doubt છે“..?
“ના..nothing ,કઈ નથી“…
મને જવાબ મળી ગયો હતો,પણ હું કદાચ સમજ્યો નહીં, એ એકદમ straight હતી,ના એના હોઠ કંપી રહ્યાં હતાં ના એને કોઈ ડર હતો કે colony વાળા શું કહેશે,પણ હા, કદાચ મને ડર હતો કે એના ઘરેથી નીકળતા એ સમયે કોઈ જોઈ ન લે અને એણે એ મારો ડર જોઈ લીધો હતો…”
અચાનક બારીમાંથી બહાર જોઈ એણે કહ્યું..
“સાંભળ..,તારે અગર જવું હોય તો તું જઈ શકે છે,કોઈ છે નહીં બહાર હમણાં“..
“હમ્મ..જાઉં છું, કોફી માટે thanks..”..
“Welcome” એક હલકી મુસ્કાન સાથે એણે કહ્યું…
(ક્રમશ:)