રિદ્ધિનો પત્ર એના શિવ માટે…
“શિવ,
જાણું છું તું બહુ જ પરેશાન છે, અચાનક આમ નીકળી ગઈ એ બદલ સોરી પણ જવું બહુ જ જરૂરી હતું યાર કાલે ડોકટર પાસે ગઈ હતી,મને થયું કે કોઈ પોઝિટિવ ઉમ્મીદ નીકળી આવે, સાચું કહું મને પણ જિંદગી થી પ્રેમ થવા લાગ્યો છે ,બહુ બધો અને જેટલો આ જિંદગી થી પ્રેમ થઈ રહ્યો છે એટલું દુઃખ તારા થી દુર જવા માં થઈ રહ્યું છે,પણ ડોક્ટરે કહ્યું કે આપણે કિમો ટ્રાય કરી શકીએ છીએ અને હવે એ મારા શરીર પર નિર્ભર છે કે હું કેટલી હદ સુધી એ થેરેપી સહી શકું છું, પણ હું એમ અહીંયા તડપી તડપી ને મરવા નથી ઈચ્છતી, મમ્મી પપ્પા ની સાથે રહેવા માંગુ છું હવે, બહુજ ભાગી લીધું હવે અટકવા માંગુ છું,હું નથી જાણતી કે મમ્મી પપ્પા ને આ બધું કેવી રીતે કહી શકીશ,પણ હવે કહેવું જરૂરી છે, હા. હા. ચિંતા ન કરીશ હું ટ્રીટમેન્ટ લઈ લઈશ. કેરાલામાં મેં ડોકટર સાથે વાત કરી લીધી છે,સહુથી પહેલા હોસ્પિટલ જઈશ પછી મમ્મી પપ્પા સાથે મારા પુરા એ દસ વર્ષ જીવીશ જે મેં મારા ભણતર અને જોબના ચક્કર માં ખોયા છે..
તારી સામે જવું ઘણું મુશ્કિલ હતું, એટલે કીધા વગર જઈ રહી છું….”
હા, જો થોડી પણ આશા જાગશે તો હું ફોન જરૂર કરીશ, અને ફોન ન આવે તો સમજી લેજે કે મને નવી જિંદગી મળવાની છે, અને આવતા જનમમાં આ જનમ ની બાકી રહેલી જિંદગી પણ તારી સાથે વિતાવીશ..”
ફક્ત અને ફક્ત
તારી
રિદ્ધિ…
(અને હા બીજા બોક્સ માં કઈક છે તારી માટે,થોડો સમય બાંધી રાખજે…
હું ચીસો પાડી રહ્યો હતો,ગુસ્સે થઈ રહ્યો હતો,આક્રંદ કરી રહ્યો હતો, ખબર નહી કેવી તડપ હતી અંદર પણ એ ખોટી પણ નહોતી, જે ક્ષણ બચ્યાં છે એની પાસે , એના પર હક્ક એના મમ્મી પપ્પા નો છે, પણ હું..હું પણ તો અધુરો છું..હું હડબડાઈ ને બીજું બોક્સ ખોલવા લાગ્યો..એમાં પણ બેગ હતી,સાથે એક ઘડિયાળ અને એક રુદ્રાક્ષ નું બ્રેસલેટ હતું અને એક પત્ર હતો…
“સાંભળ,
જાણું છું, બહુ જ ગભરાયો છે તું, આ ઘડિયાળ અને બ્રેસલેટ તારી માટે છે,અસલ રુદ્રાક્ષ છે , હમેશા પહેરી રાખજે, એ સદૈવ તારી રક્ષા કરશે..અને હા મારી માછલી,love birds અને તોફાની ગલુડિયા નું ધ્યાન રાખજે, આ બધું તારા સાથ માટે જ છોડી ને જઈ રહી છું, અને ૬ મહિના સુધી મારા આંગણાના તમામ પ્લાન્ટ્સ ને પાણી નાંખતો રહેજે ,જો એક પણ પ્લાન્ટ્સ મુરઝાયું તો હું રિસાઈ જઈશ..
મને ખુદને સંભાળવા દે જરા,હું કોલ કરીશ, પોતાનું ધ્યાન રાખજે…
વાતો ઘણી છે ,કદાચ ક્યારેય પુરી નહી થાય,અને હા..તારા માં કોઈ જ કમી નથી,handsome દેખાય છે, વાણિયો છે,લાખોનું પેકેજ છે, મારા પ્રેમ માં દેવદાસ ન બની જતો, જ્યારે પણ તું મુસ્કુરાઇસ ત્યારે હું પણ ખડખડાટ હસીશ.. વચન છે મારું…”
ફક્ત તારી
રિદ્ધિ..
(ક્રમશ:)