હું પત્ર હાથમાં લઈને રડી રહ્યો હતો..જેમ તેમ રાત વીતી, સવારે વહેલા ઉઠી ને હું એના ઘરે ગયો એક ક્ષણ એવું લાગ્યું કે મેં કોઈ ભયાનક સ્વપ્ન જોયું હતું,પણ એ સાચું હતું, પણ એની જિંદગી માં મારી માટે કેટલો સમય શેષ છે એ નક્કી કરવું મુશ્કિલ હતું, દરરોજ એના ફોન ની રાહ જોઈ રહ્યો છું,દરેક દિવસ એની માટે જીવી રહ્યો છું…
૫ મહિના પછી
બસ એમ જ વીતી રહી હતી જિંદગી…
રિદ્ધિના ફોનની રાહ જોવામાં,હવે એનું ઘર મને પોતાનું લાગી રહ્યું છે, સાંજે બેસી રહું છું ત્યાં જ..એમ જ ફીલ થાય કે એ આવશે ધીમેથી…
આજે એક વડીલ આવ્યાં એના ઘરે ત્યારે હું ત્યાં જ હતો. રિદ્ધિની હાજરીને મહેસૂસ કરતો,એ વડીલે મને જોઈને જ ગળે વળગાડી લીધો ખબર નહિ કેવી રીતે ઓળખી ગયા મને….
હા.. એ રિદ્ધિના પપ્પા હતા , અને સાચું કહું, હું એમને રિદ્ધિ વિશે પૂછવા નહોતો ઈચ્છતો. એક ઊંડો ડર હતો,રિદ્ધિ ન હતી છતાંય હું એના ઘરે જીવવા લાગ્યો હતો…
એમણે બસ એટલું જ કીધું કે રિદ્ધિ એ આવતા જન્મમાં મારી સાથે જ સાત ફેરા લેવાનું વચન આપ્યું છે,૨ મહિના થઈ ગયા હતા એનાં મૃત્યુ ને,આજે એ ખૂબ જ હિમ્મત એકઠી કરી મારી પાસે આવ્યાં હતાં અને એક પણ આંસુ ન પાડવા કહ્યું હતું રિદ્ધિએ મને..
એ ઇચ્છતી હતી કે હું સદાય એને, ખડખડાટ હસતી જ રિદ્ધિ ને યાદ રાખું,હોસ્પિટલમાં દર્દથી તડપતી રિદ્ધિ ને નહિ..એટલે જ એણે મને એ હોસ્પિટલની એ રિદ્ધિથી દુર રાખ્યો,આ ઘર મારા નામે કરી ગઈ અને સાથે એ જ્યારે થોડી સારી હતી ત્યારની બહુ જ બધી video tapes મોકલી હતી એણે મને..હજું પણ એક પત્ર આવ્યો મારા નામે જેમાં બીજા ઘણાં બધાં પત્રોના સરનામાં હતા, ન જાણે કેટલાંય બોક્સ એ આંગણાના દરેક છોડના કુંડામાં છુપાવીને ગઈ અને એક વચન લીધું એણે મારી પાસે કે હર એક બોક્સ નીકળવા માટે મારે પહેલા દસ છોડ રોપવાના રહેશે અને દર ૬ મહિને હું એક જ બોક્સ કાઢી શકીશ, હવે આનાથી વધુ પાગલ કોઈ હોઈ શકે ???…પણ મારી રિદ્ધિ એવી જ હતી…એક ટુકડા જિંદગીમાં ન જાણે કેટલી જિંદગી આપીને ગઈ…
હા… મેં એના ઘરને પક્ષીઘર અને pethouse બનાવી દીધું છે,અહીં કોલોનીના છોકરાઓ આવીને રમે છે,કોલોનીવાળાઓને એમ લાગે છે કે મેં અને રિદ્ધિ એ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતાં, પણ મારી મમ્મી મારી માટે હજુય છોકરી ગોતી રહી છે…
હું નર્સરીમાંથી એક છોડ ત્યારે વેંચુ છું જ્યારે લોકો દસ છોડ રોપવાનું વચન આપે છે…મેં અમારા Pethouse નું નામ Riddhi Pethouse રાખ્યું છે…
હા, હું હવે રડતો નથી ,હર ક્ષણ જીવું છું જિંદગી ની અને દર ૬ મહિને પત્રરૂપે મારી રિદ્ધિ મને મળવા આવે છે …
હું રડતો નથી,કારણકે હું મુસ્કુરાઉ છું તો એ ખિલખિલાતી જણાય છે મને…….