મેઘા સવારે વહેલી ઉઠીને ચા બનાવવાની પ્રતિક્રિયા માં જોડાઈ એને પણ ખૂબ ચા ભાવે અને એના રસોડામાં જાત જાતના સ્ટાઈલ વાળા કપ અને રકાબી હોય અને સાથે સાથે મગ સ્ટીલની અલગ અલગ પ્રકારની ગરણીઓ અને ટ્રે અને કીટલી નો તો ભંડાર જ સમજી લો અને મસાલાની તો વાત જ ના પૂછો એ જાતે જ છે કે પીસે અને બનાવે દરરોજ નવા નવા મસાલા વાળી ચા નો સૌથી મોટો અગત્યનો શોખ એક કપ ચા એને ટેબલ પર મૂકી અને જીવી ખુરશી પર બેસવા ગઈ કે તરત રાજ એ બૂમ પાડી કે મેઘુ શર્ટ ક્યાછે?:
મેઘા તરત જ આપવા માટે દોડી ત્યાં જ રાજ બોલ્યો બેટુ ઈસ્ત્રી કોણ કરશે ?
ઈસ્ત્રી પતાવીને જેવી મેઘા જાના કપ સુધી પહોંચે છે ત્યાં એમના સસરા કહે છે બેટા ચશ્મા ક્યાં છે ?
ચશ્મા આપ્યા પછી પાછી કપ સુધી પહોંચે છે ત્યાં સાસુ નો અવાજ પોચે છેઃ કે બેટા જરા નાસ્તો આપ ને નાસ્તો આપ્યો કે ??
તરત જ મેં ખાય દરેકના માટે ટિફિન તૈયાર કર્યા એને પેક કર્યા અને દરેકને રવાના કર્યા પોતે એ બે વાગે જમવા બેસી એ પણ રસોડામાં જ રસોડું પરવારીને જેવી એ શ્વાસ લેવા ગઈ કે તરત જ સાસુ નો અવાજ આવ્યો … “બેટા મેઘુ ચા નાસ્તો કરને જરા આજે મન થયું છે વહેલું પીવાનું…”
મેઘા ફરીથી ચા બનાવા ગઈ ત્યાં જઈને પેલો એક કપ યાદ આવી ગયો એની નજર હજુ પહેલા સવારવાળા કપ પર પડી કે તરત જ રાજ નો મેસેજ આવ્યો મેં હું આજે મોડું થશે બધા મિત્રો ભેગા મળીને બહાર જમવા જઈએ છે તને નથી લઈ જવાનો કારણ કે ફક્ત જેન્સ ની જ પાર્ટી છે મેઘા મનમાં યાદ કરવા લાગી કે હું ક્યારે એકલી ગઈ હતી?
આ બધું વિચારતા વિચારતા ચા નાસ્તો સાસુને આપ્યો એ પરવારીને રાતના ભોજન ની તૈયારી કરી દરેકને જમવાનું પીરસીને મેઘા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠી ત્યાં એને પેલો સવારનો કપ સામે દેખાય અને એની સામે મૂકેલી ઠંડી થાળી એને સાઈડ પર મૂકીને એ સવારની બચેલી ઠંડી એક કપ ચા પીધી સાસુની નજર પડતા મેઘાને પૂછ્યું બેટા આ ઠંડી કેમ પીવે છે મેઘાએ સાસુની સામે ઠંડી અને તિરસ્કાર ભરેલી નજરથી જોઈએ અને કહ્યું મમ્મી વહુ છું એટલે બગાડ કરવાની ઈચ્છા નથી રાખતી દીકરી હતી ત્યારે હું ઘણું બગાડી નાખતી હતી સાસુ સમજી ગયા કે આ એક કપ ચા જે સવારની પડી હતી એ સાબિત કરે છે કે મેઘા આ ઘરમાં કેટલી સ્ટ્રગલ કરી રહી છે એનું આખું જીવન આખી દિનચર્યા ફક્ત એક કપ ચા બતાવી દે છે!!!
~ લેખા દેસાઈ & માનસી શાસ્ત્રી