ત્યાં જ તેને એક અનોખો પત્ર આવ્યો. તેને તે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, “નેહા! મને ખબર છે તું અત્યારનાં પરસેવો પાડીને ઘણી મહેનત કરતી હોઈશ. પર્વત જેવી મુશ્કેલીઓ તારી સામે ઉભી હશે પણ તારે હારવાનું નથી. તને તો યાદ જ હશે તે કરોળિયો પણ કેટલી વાર હારે છે પણ તેટલી જ વાર પાછો ચડે છે. કીડી પણ કેટલી નાની છે પણ તેને પોતાની ભૂખને પૂરી કરવા માટે મહેનત તો કરવી જ પડે છે. તું કદી હારીશ નહિ એવી હું આશા રાખું છું. જ્યારે જીવનમાં દુઃખના વાદળાં આવે ત્યારે આત્મવિશ્વાસની છત્રી ખોલી નાખજે અને આગળ વધજે. જયારે કોઈ તારી સાથે નહિ હોય ત્યારે પણ તારો પડછાયો તો તારી સાથે જ હશે. તે યાદ રાખજે. સમાજમાં બધા પોપટ જેવા છે. મીઠું બોલીને કામ કઢાવી લે. પણ તું કદી મૂર્ખ ન બનતી. ખબર છે કે મારા અક્ષર તેટલા સારા નથી પણ તું મારી ભાવનાઓ સમજી શકીશ. તેવી મને આશા છે.
માતૃપ્રેમ
કરુણાની મૂર્તિ અને સ્નેહનો સાગર છે માં દયાની દેવીને મમતાનો મહાસાગર છે માં.... સાગર લાગે અતુલ્ય ગાગર પાસે ને અતુલ્ય પ્રેમનું ઝરણું એટલે માં મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ને સંતાનના સ્મિતનું કારણ છે માં.... બાળકો માટે નિસ્વાર્થપ્રેમનો દરિયો છે માં સંતાનના જીવનનો હસ્તાક્ષર છે માં ઈશ્વરની કળાનું અદ્ભૂત સર્જન છે માં ચહેરામાંજ ભગવાનના દર્શન છે એ છે માં.... જેના સ્પર્શમાત્રથી શરીરની તમામ પીડા દૂર થાય એ ડોક્ટર એટલે માં જીવન ઘડતરના પાઠ શીખવનાર સાચો શિક્ષક એટલે માં.... ચહેરો જોઈને મનનાં ભાવ સમજી જાય એ મૌન વાચક છે માં ભગવાન પાસે સંતાનના સુખ માગતી યાચક છે માં.... વિધાતા સોંપે જો કલમ માતાના...