આપણું કિચન અનેક વિશિષ્ટ હર્બ અને મસાલાથી ભરપૂર છે. મસાલાઓ ભોજનમાં સ્વાદ ઉમેરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ અમૂલ્ય ફાયદાકારક રહ્યા છે. તેમાંથી આપણે આજે અજમા વિશે વાત કરીશુ. જે ઘણું પ્રખ્યાત છે. તેને આપણે રોજિંદા બનતી અનેક વાનગીમાં ઉમેરતા જ હશું. તે ખોરાક પચાવવામાં મદદ કરે છે તે ઉપરાંત બીજા અનેક ફાયદા પણ ધરાવે છે. જે નીચે મુજબ છે.
અજમાના ફાયદાઓ :
- જે લોકોને એવું લાગતું હોય તેમના વાળ વહેલા સફેદ થઈ રહ્યા છે તેમના માટે શ્રેષ્ઠ ઉપાય છે. દરરોજ સવારે હુંફાળા પાણીમાં થોડો અજમો ઉમેરી પીવું. અજમો એન્ટી ઓક્સિડેન્ટ ધરાવતું હોવાથી વાળની માવજત કરે છે અને સાથે ત્વચા યુવાન રાખે છે.
- જો પાચન સમસ્યા વારંવાર ઉદભવે ત્યારે જમ્યા પહેલા અને જમ્યા પછી હાફ સ્પૂન જેટલો અજમો ખાવો જેનાથી ખોરાકનું સારી રીતે પાચન થશે સાથે જ ગેસ સમસ્યા, કબજિયાત, હાઈ એસીડીટી વગેરેમાં પણ રાહત જોવા મળશે.
- મેદસ્વીતા ઘટાડવા પણ અજમો ઉપયોગી છે. તે કુદરતી લેકઝિટિવ તરીકે કાર્ય કરે છે. શરીરમાં વધારાની ચરબી જમા થતી રોકે છે. પાણીમાં 3 થી 4 સ્પૂન અજમો ઉમેરી તેને થોડીવાર ઉકાળો ત્યારબાદ તે પાણી ગાળીને પીવું. દરરોજ જમ્યા પછી દિવસમાં એક વાર આ પ્રયોગ કરવો. તે વજન વધતું અટકાવે છે.
- તે એન્ટી બેકટેરીઅલ તત્વો ધરાવતું હોવાથી શરીરને ઇન્ફેકશનથી રક્ષણ આપે છે. તાવ, શરદી,કફ ,ગાળાનું ઇન્ફેકશન વગેરે જેવી બીમારી દૂર રાખે છે.તેમાં રહેલ ડાયેટરી ફાઇબર્સ હાર્ટ હેલ્થી રાખવા મદદ કરે છે. અજમો કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને સ્ટ્રોકથી બચાવે છે.
- તે દાંત અને પેઢાંના દુઃખાવો ઓછો કરે છે. મોંની દુર્ગંધ દૂર કરે છે. ત્વચાને પણ ઇન્ફેકશનથી રોકે છે અને ખીલ, દાગ ધબ્બા થતા અટકાવે છે. સ્વાદમાં તૂરાશ અને તીખાશ ધરાવતો અજમો પેટના કૃમિનો નાશ કરે છે.
અજમો સ્વાસ્થ્ય માટે અમૂલ્ય સાબિત થયો છે. ઉપરોકત ફાયદા ધ્યાનમાં રાખી તેનો ઉપયોગ જરૂર કરવો.