કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ’ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮)
ઉમાશંકર જોશી એટલે ગુજરાતી ભાષાનું ગૌરવવંતુ નામ. ગાંધીયુગના પ્રથમ પંક્તિના સર્જક. માનવસંવેદનાના કવિ. તેમના સર્જનમાં ચિંતન -મનન અને મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. 21મી જુલાઈ 1911ના રોજ ઉત્તર ગુજરાતમાં ઈડરના બામણા ગામમાં એમનો જન્મ. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા – પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે. 1916 થી 1920 સુધી વતન બામણા ગામની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને પિતાજીએ ઈડર છાત્રાલયમાં મૂકયા જ્યાં તેમના મોટાભાઈ અભ્યાસ કરતા હતા. ત્યાંથી તેમણે પાંચમાં ધોરણથી અંગ્રેજી સાત ધોરણ સુધી અભયાસ કર્યો. 1921 થી 1927 વર્ષના સમયમાં જ તેમણે એક ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દસથી સોળ વર્ષ સુધી તેઓ ઈડર છાત્રાલયમાં રહ્યા અને તેમને છાત્રાલયમાં ગામની ગુજરાતી શાળામાં ભણતા પન્નલાલ પટેલનો તેમને પરિચય થયો હતો. 1928માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા. 1928 -30 દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. ઈન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. 1931ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. 1934 સુધી સત્યાગ્રહની લડતમાં રહી,1936માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. થયા. 1938માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે એમ.એ. ની પદવી પ્રાપ્ત કરી અને અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયા. 1938માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા થયા. 1939માં અમદાવાદમાં નિવાસ કર્યો. 1946 સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક રહ્યા. તેમણે1947 માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ રહયા. 1959માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. 1979-81 દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. 1970-76 દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્ત થયા હતા.
👉 તેમનું સાહિત્ય સર્જન આ મુજબ છે.
કવિતાસંગ્રહ:
(1) ‘વિશ્વશાંતિ’ (1931)
(2) ‘ગંગોત્રી’ (1934)
(3) ‘નિશિથ’ (1939)
(4) પ્રાચીના (1944)
(5) આતિથ્ય (1946)
(6) ‘વસંતવર્ષા’ (1954)
(7) ‘મહાપ્રસ્થાન’ (1965)
(8) ‘અભિજ્ઞા (1967)
(9) ભોમિયા વિના (1993)
(10 ) ધારાવસ્ત્ર (1981)
(11) સપ્તપદી (1981)
(12) સમગ્ર કવિતા (1981)
નાટક:
(1) સાપના ભારા (1937)
(2) હવેલી (1977) શહીદ’
ટૂંકી વાર્તા :
(1) શ્રાવણી મેળો (1937)
(2) ‘વિસામો 1959′ ત્રણ અધું બે અને બીજી વાતો’ (1938) તથા ‘અંતરાય’ (1947)
વાર્તાઓમાં
ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ (1985)
નવલકથા (1) પારકા જણ્યાં (1940)
નિબંધ (1) ગોષ્ઠી (1951) (2) ઉઘાડી બારી (1959) (3) શિવ સંકલ્પ (1978) તેમના શ્રેષ્ઠ સર્જન માટે પ્રાપ્ત થયેલા સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોની યાદી આ મુજબ છે. (1)’ગંગોત્રી’ કાવ્યસંગ્રહ માટે ‘રણજિતરામ સુવર્ણચંદ્રક ‘(1939) (2) ‘પ્રાચીના’ માટે “મહિડા પારિતોષિક” (3) ‘પ્રાચીના’ માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક’ (1945) (4) ‘મહાપ્રસ્થાન’ માટે ‘ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક” (1965) (5) ‘નિશિથ’ માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પાની સાથે (1967) (6) ‘અભિજ્ઞા’ માટે ‘કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક’ (1967) (7) ‘કવિ શ્રદ્ધા’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર’ (1973) (8) ‘સોવિયેત લૅન્ડ ‘નહેરુ એવૉર્ડ’ (1979) (9) ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર (1981) (10) ‘મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક’ (1985) તેમનું અવસાન 19 ડિસેમ્બર 1988 નાં રોજ થયું હતું. ભાવવંદન
✍️ Desai Mansi