- 500 ગ્રામ કેરી
- નમક
- સંચળ પાઉડર
- જીરા પાઉડર
- 500 ગ્રામ ખાંડ
- મરી પાઉડર
- સૌપ્રથમ કેરીના કટકા કરી તેને બાફી લો
- કેરી બાફવા માટે કેરી ડૂબે આટલું જ પાણી લેવું 10-15 મિનિટમાં કેરી સંપૂર્ણપણે બફાઈ જાય પછી તેને કાઢી લેવું .
- કેરીને દબાવી ખાતરી કરો કે તે નરમ પડી ગઈ છે, જો તે નરમ થઇ ગઈ હોય તો તેને બહાર કાઢી લેવી
- કેરી ઠંડી પડે પછી તેના કટકા કરી અને મિક્સર કે ગ્રાઈન્ડર માં ક્રશ કરવા મૂકી કેરીનો પલ્પ તૈયાર કરી લો.
- ત્યારબાદ એક બાજુ ચાશની બનાવવા માટે ખાંડમાં 200 ગ્રામ પાણી નાખી ચાશને બનાવવી (દયાનમાં રાખજો કે ચાશની એક તારની બનાવવાની છે).
- હવે આ ચાશનીમાં કેરીનો પલ્પ એડ કરવાનુ. તેને હલાવતા સારી મિક્સ કરવું.
- તેમાં 1 ચમચી મીઠુ 1 ચમચી સંચણ 1 ચમચી શેકેલા જીરા પાઉડર અને કાળી મરી પાઉડર મિક્સ કર્યા પછી
- ગેસને 5-7 મિનિટ પછી બંદ કરી નાખો.
- આ મિશ્રણને ઠંડા થયા પછી કોઈ બોટલમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ શરબત બનાવવું હોય તો બે ચમચી મિશ્રણમાં પાણી નાખી બરફ નાખી શરબત બનાવી શકો છો.
- તેને ગરમી માં ના રાખતા ઠંડી જગ્યાએ અથવા ફ્રીઝ માં રાખી શકો છો
તો આ હતો ઉનાળાપ્રુફ રહેવા માટે બાફલાં કે આમપન્ના બનાવવાની રીત , તો ચાલો iGujju.com સાથે કેરી ને એક નવા સ્વાદ માં પણ માણી જોઈએ