દરેક મહિલાઓ માટે ટફ ટાસ્ક જેવું હોઈ છે અને જો મેકઅપ થઈ જાય તો તેને લાંબો સમય સુધી સાચવી રાખવો ઘણીવાર શક્ય બનતું નથી. આજે આપણે મેકઅપની એવી ટિપ્સ વિશે જાણીશુ જે ખાસ તમને ગરમીમાં મદદરૂપ થશે અને તમારો મેકઅપ લાંબા સમય સુધી જળવાય પણ રહેશે.
- તમારી ત્વચાને નિયમિત વપરાતા ફેસવોશ કે સોપથી સાફ કરી લો, સાફ ચેહરા પર લગાવેલો મેકઅપ લાંબા સમય સુધી જળવાય રહે છે. જે તમને ચેહરા પરના વધારાના ઓઇલ અને ડર્ટને દૂર કરવામાં મદદ કરશે.
- દિવસ દરમ્યાન તમારી સ્કિન હાઇડ્રેટેડ રેહવી ખુબ જ જરૂરી છે, તેના માટે બેસ્ટ ઓપ્શન છે મેકઅપ કરતા પેહલા ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર લગાવવુ.
- આજકાલ માર્કેટમાં અવનવા મોઇશ્ચરાઇઝર ઉપલબ્ધ છે, તમારી સ્કિન અનુસાર તેની ખાસ પસંદગી કરવી, જો તમે ગરમીને તડકાથી રક્ષણ મેળવવા માંગતા હોવ તો SPF મોઇશ્ચરાઇઝર પણ લઇ શકો છો.
- પ્રાયમરનો ઉપયોગ કરવાનુ રાખો, જેના લીધે તમારો મેકઅપ સરળતાથી થઈ શકે છે અને તે સ્કિનને ઠંડક પણ આપે છે, તેમાં તમે કુદરતી ઠંડક આપતા તેલ ઉમેરી શકો છો. ત્વચાને ઠંડક મળી રહે અને હાઇડ્રેટેડ રહે તેવા પ્રાયમરની પસંદગી કરવી, તે સરળતાથી ઓનલાઇન ,સ્ટોરમાં, કોઈ પણ સલૂનમાંથી પણ મેળવી શકો છો.
- ફાઉન્ડેશન સિલેક્ટ કરવામાં ખાસ જોવું તે લિક્વીડ લેવાને બદલે પાઉડરબેઝની પસંદગી કરવી, જે સ્કિનને ઓઇલ ફ્રી રાખવામાં મદદ કરશે. મેટ ફિનિશ આપતું ફાઉન્ડેશન ગરમની ઋતુમાં લેવું વધુ યોગ્ય રહેશે.
- ત્યારબાદ તમે લિપસ્ટિક, આઈ મેકઅપ વગેરે એપ્લાય કરી શકો છો, પરંતુ તે વોટરપ્રૂફ હોવું જરૂરી છે.
તો આ બધી ટિપ્સ રોજબરોજ રેડી થવા માટે તમને મદદ કરશે અને ગરમીમાં પણ તમે સુંદર દેખાશો.