ઉનાળી ગરમ લૂ લાગવા પર અપનાઓ આ નુસ્ખા, તરત જ મળશે રાહત, જાણો આ ઘરેલું નુસ્ખા વિશે….
ગરમીની ઋતુમાં ઘણા લોકોને લૂ લાગી જતી હોય છે જેના કારણે આપણએ બિમાર પડીએ છીએ. ત્યારે લૂ લાગવા પર નીચે બતાવવામાં આવેલા નુસ્ખા અપનાવવા.
લૂ લાગવા પર અપનાવો આ નુસ્ખા
– લૂ લાગવા પર પગને થોડીવાર પાણીમાં રાખવા જોઈએ. આવું કરવાથી શરીરને ઠંડક મળે છે અને લૂથી રાહત મળે છે. પગને પાણીમાં રાખવા સિવાય પગમાં મુલ્તાની કે પછી ચંદનની માટીનો લેપ લગાવી શકો છો. જેથી તમને આરામ મળી શકે છે.
– લૂ લાગવા પર તમે પંખા નીચે, કુલર અને એ.સીની સામે બેસી જાવ અને શરીર પર બરફની પ્લેટ રાખવી.
– શરીરમાં પાણની ઉણપના કારણે વધુ સમય તડકામાં રહેવાથી લૂની સમસ્યા લાગે છે. જેથી લૂ લાગવા પર વધુ પાણી પીવું જોઈએ. પાણી સિવાય ફળનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે તેમાં વધુ રસ હોય છે. આ સિવાય તમે જ્યુસ પણ પી શકો છો. જેથી તમને લૂથી આરામ મળે છે.
– ઉકાળેલી કેરી અને ફુદીનાનું પના બનાવીને પણ પી શકો છો. જેથી તમને તરત જ રાહત મળશે. 2 ચમચી સફરજનના સિરપને એક ગ્લાસ પાણીમાં મેળવીને દિવસમાં બેવાર પીવું જોઈએ.
– એક ડુંગળીને કાપીને સારી રીતે વાટી લો. જેમાં જીરૂ પાવડર નાખી મિક્સ કરીને આ મિશ્રણનું સેવન કરવું.