હજુ હમણાં જ તો તમને જોયા હતાં,
હા..સ્વયંને પછી અમે ત્યાં ખોયા હતાં,
બળી ગયો શું સંગે ગાળેલાં વર્ષોનો આ ગાળો?
કે પછી નિકળી ગયો આ સમય પરબાળો?
એકીટશે જોયાં કરતો એ નયન તમારાં,
મને કાયમ દેખાતાં તેમાં જ ચાંદ-સિતારા.
માથે છે સિંદુર ને હાથે મહેંદીનો રંગ રાતો,
શું આવો જ હતો આપણો આ નાતો?
એકેક કાગળ પર છે કેદ અસંખ્ય કહાનીઓ,
આવજે મળવા, બતાવીશ તને તારી નિશાનીઓ.
ન રહ્યા કદાચ આ જન્મમાં નસીબ મારાં સારાં,
હવે કહું પહેલેથી, આવતે જન્મ થજોને અમારાં.
જીત માટે તમારી કાયમ રહ્યો હાર્યો હું,
હાય… નસીબ કે કિસ્મતનો પણ માર્યો હું.
એક છે મંગળસૂત્ર ને બીજી ગળે ફુલોની વરમાળા,
પ્રાર્થના કરૂં ઈસુને, ખુશ રહે તું અને ઈ તમારાં!