પર્વ કંઈક વિચારતો હતો. એનાં મગજમાં જબરી ઉથલપાથલ ચાલી રહી હતી.
ઓફીસથી આવતાં એની ગાડી આગળ એક છોકરી અથડાઈ જતાં રહી ગઈ.
પર્વને ગુસ્સો આવી ગયો એ નીચે ઉતર્યો તો .. એ છોકરીને જોઈને આજે વિચાર કરતો મૂકી દીધો.
ખૂબ ગર્ભશ્રીમંત ઘરનો દિકરો હતો પર્વ.
પર્વ ને આજે એનું જીવન કંઈ જ ના લાગ્યુ પેલી છોકરી આગળ..
જે માંગ્યુ્ એ મળી ગયું હતું.
એ છોકરી સાથે ગુસ્સામાં વાત કરવાં જયારે પર્વ નીચે ઉતર્યો તો એણે જોયું કે બધી જ રીતે સુંદર એ છોકરી પણ ઈશ્વરે એને એક ખામી આપી હોય છે. દિમાગથી મંદ હતી પણ છતાં એનાંમાં ખુમારી હતી. ફાકડું અંગ્રેજી બોલાતી હતી. બસ પર્વના હ્રદય પલટા માટે આ જ કારણ પૂરતાં હશે?
પર્વએ કંઈક નિર્ણય કર્યો અને પોતાનું સારું જીવન એવા બાળકો પાછળ જ નિષ્ઠાથી અર્પણ કર્યુ.
આજે પર્વએ ઘણાં બધાંને નવજીવન આપ્યુ અને એનુ જીવન સંતોષ પામતું લાગ્યુ.
પર્વ એ બાળકો સાથે હ્રદય થી જોડાઈ ગયો . આજે પણ પેલી છોકરીને મનોમન Thank you કહે છે.
એણે એની સંસ્થાને નામ આપ્યુ “ઈશ્વરની ભેટ”