આજે આપણે મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની ગુફાઓ વિશે જાણીશું જે ફક્ત ભારતમાં જ નહી પણ પૂરા વિશ્વમાં પ્રચલિત છે. ઈલોરા એક પુરાતત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્રથી ૩૦ કિ.મિ. જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ઈલોરા ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. અહીં ૩૪ ગુફાઓ આવેલી છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફ઼ા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિકતાને દર્શાવે છે.
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી ખડકોની દીવાલોને કાપી બનાવાયા છે. ઉંચી પહાડીઓવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીનના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે.આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.
હાથતાળી
ઉત્તર કાશીની ટનલમાંથી સકુશળ બહાર આવેલ તમામ 41 શ્રમિક ભાઈઓના સ્વાગત સહ એક શુભેચ્છા ગઝલ પ્રસ્તુત છે... મોતને દઈ હાથતાળી, લ્યો, અમે આવી ગયા, આજ ઘરમાં થઈ દિવાળી, લ્યો, અમે આવી ગયા.. દેવદિવાળી અમે પરિવાર સહ ઉજવીશું આજ, પૂર્ણ થઈ છે રાત કાળી, લ્યો, અમે આવી ગયા.. ત્યાં થયેલી ગૂંગળામણ પર વધુ શું બોલીએ! જાણે બળતી હો પરાળી, લ્યો, અમે આવી ગયા.. મૂલ્ય શું ખુલ્લી હવાનું છે? - હવે સમજ્યા અમે, એ વધુ લાગે હૂંફાળી, લ્યો, અમે આવી ગયા.. જિંદગી તો ત્યાંય હિંમતથી બધા જીવ્યા ખરા, પણ, હતી એ ઓશિયાળી, લ્યો, અમે આવી ગયા.. રેટ માઇનર્સ, સૈન્ય ને સરકારને ભૂલાય...