ઈનફ્લુએન્સર માર્કેટિંગ હબના રિપોર્ટ પ્રમાણે રીલ્સ આવ્યા પછી એન્ગેજમેન્ટ 22% અને ડાઉનલોડ 11% જેટલું વધ્યું છે. માર્કેટિંગનો સાદો નિયમ છે કે જ્યાં વધુ લોકો ત્યાં વધુ બ્રાન્ડ રેકગનેશન મળી શકે. એટલે જ ઈનફ્લુએન્સર બનવાને લોકો આજે એક કરિયર તરીકે જોઈ રહ્યા છે અને અનેક કંપની પણ તેઓને પોતાના માર્કેટિંગ બજેટ માંથી સ્પોન્સર કરી રહી છે .
પાછલા એક વર્ષમાં અમદાવાદ અને ગુજરાતમાં આવા ઈનફ્લુએન્સરની શોધ લગભગ બમણી થઇ ગઈ છે, અને ગુજરાતી ઈનફ્લુએન્સર ની શોધ 24% થી વધી અને 107% પહોંચી ગઈ છે (કીવર્ડ્સ.io રિપોર્ટ) જે બતાવે છે કે કોર્પોરેટ માર્કેટિંગમાં એક નવો ટ્રેન્ડ આવી રહ્યો છે જે રીલ્સ અને યુથને સાંકળી અને ગ્રાહકો સુધી પહોંચવા જઈ રહ્યો છે.
યુથ શા માટે ઈનફ્લુએન્સરને કેરિયર તરીકે લઇ રહ્યું છે ?
1 – પબ્લિસિટી અને સ્ટારડમથી આકર્ષાઈને
2 – સિલીબ્રીટી ટ્રીટમેન્ટ મળે તે માટે
3 – શોખની વસ્તુ સાથે સાંકળવાની તક ( ફૂડ / ટેક્નોલોજી / ટ્રાવેલ etc .)
4 – વધુ ફોલોઅર, વધુ એંગેજમેન્ટ વડે વધુ આવકની તક
5 – નાનું ઇન્વેસ્ટમેન્ટ ( મોબાઈલ , લાઈટ , એડિટિંગ સોફ્ટવેર ) અને પાર્ટ ટાઈમ પણ કરી શકાય
કોર્પોરેટ શા માટે ઇન્ફ્લ્યુન્સરને પ્રાધાન્ય આપી રહ્યા છે ?
1 – ઇન્ડસ્ટ્રી અને ડોમેઈન મુજબની ઓડિયન્સ મેળવવા
2 – ટાર્ગેટેડ ઓડિયન્સ સુધીની પહોંચ અને એન્ગેજમેન્ટનો રિપોર્ટ
3 – વર્ડ ઓફ માઉથ / લોકલ ફોલોઅર / # દ્વારા ટ્રેન્ડ માં આવવાની સંભાવના
4 – કંપેરિટિવલી ઓછા ઇન્વેસ્ટમેન્ટ માં વિશ્વસનીય અને વધારે ROI ( eComWorld )
5 – ફોલોઅર એનાલિસિસથી એક્યુરેટ જ્યોગ્રાફિક ટાર્ગેટીંગ
વિઝન રાવલ ( ટેક્નોલોજી એક્સપર્ટ )