પૌરાણિક કથા અનુસાર ઈતિહાસ માં એક નજર ભીષ્મ પિતામહ પર કરતાં જણાશે તેઓ કેટલાં અડગ મનનાં અને પોતાના દેશના ચાહક હતાં. ભીષ્મનું નામ દેવવ્રત હતું. તેઓ હસ્તિનાપુરના રાજા શાંતનું અને ગંગાનાં પુત્ર હતાં.
ભાઈઓમાં મિલકત માટે ઝઘડા ન થાય તેથી તેઓએ ભીષ્મ (કડક) પ્રતિજ્ઞા લીધી કે હું કદી પરણીશ નહીં, પછી મારાં છોકરાં કે મારી ગાદી નો સવાલ જ ક્યાં ? આમ આ પ્રતિજ્ઞાથી દેવવ્રત ભીષ્મ કહેવાયા. તેઓએ આજીવન કુંવારા રહી હસ્તિનાપુરનું રક્ષણ કર્યું. સાથે ઈચ્છામૃત્યુનું વરદાન પણ મેળવેલું. તેઓ નાનપણથી જ સાહસિક હતાં. તેઓ મહાવીર, મહાપ્રતાપી, મહા પ્રતિજ્ઞાધારી હતાં. તેમણે રાજનીતિ બૃહસ્પતિ ગુરુ પાસેથી, વેદ વેદાંગો ગુરુ વશિષ્ઠ પાસેથી તથા યુધ્ધવિદ્યા ગુરુ પરશુરામ પાસેથી શીખ્યા હતા. તેમના યુધ્ધના ધ્વજ ચિન્હ તરીકે સુવર્ણ શ્રીફળ વૃક્ષ હતું. મહાભારત યુધ્ધ સમયે તેઓ દુર્યોધનના કહેવાથી કોરવોનાં સેનાપતિ થયા જ્યારે પાંડવોમાં શ્રીકૃષ્ણ હતાં.
યુધ્ધમાં જ્યારે ભીષ્મ ઉતર્યા ત્યારે ધરણી ધ્રૂજી ઊઠી. અર્જુન પણ હારી જવાનું વિચારી રહ્યો હતો પણ ભીષ્મને એક રીતે જ હરાવી શકાય છે, એ જાણતાં અર્જુને એ દિવસે પોતાનાં રથમાં શિખંડીને ઊભો રાખ્યો. આમ પણ ભીષ્મ સ્ત્રીઓ સામે કદી શસ્ત્રનાં ઉપાડતાં અને પૂર્વ જન્મનું વેર લેવા શિખંડી ઊભો કર્યો અને ભીષ્મ લડી ન શક્યાં. અર્જુને ભીષ્મ પિતામહને બાણ થી વીંધી નાખ્યાં. એ બાણ શૈયા પરથી જોઈ રહ્યાં હતાં કે કોણ જીતે છે?
રોજ તનમાંથી લોહી જતું હતું છતાં મૃત્યુ ને રોકી રહી યુધ્ધ હેવાલ જાણી રહ્યાં હતાં. તેઓએ અંત સમયે યુધિષ્ઠિર ને જ્ઞાન આપ્યું જે ભીષ્મ ગીતા જ્ઞાન કહેવાયું. પાંડવોનો વિજય જાણી તેમણે હસ્તિનાપુર સુરક્ષિત છે જાણી મૃત્યુની ઈચ્છા કરી ઉતરાયણના સપરમા દિવસે એ વીર યોદ્ધાએ મૃત્યુને માંગીને અંતિમ શ્વાસ લીધાં, એ સમયે તે એકસો પંચોતેર વરસનાં વૃદ્ધ નહીં, પણ મહાબળવાન યોદ્ધા હતાં. આ મહાભારતનાં ભીષ્મ પિતામહને મારી અશ્રુ ભીની આંખે આદરાંજલિ
કોકિલા રાજગોર