દોસ્તી માં કદી ડખાં ન હોવાં જોઈએ,
પીઠ પાછળ ઘા કરે એ કદી સખા ન હોવા જોઈએ…
અનુભવું એ કલ્પનાં માત્ર આલેખું છું,
ભલે ગુમનામ મશહૂર થાઉં એ અભરખા ન હોવાં જોઈએ…
હોય ઈષ્ટ પર શ્રદ્ધા તો તે નકરાં ધાર્મિક હોવાં જોઈએ,
રહે શ્રદ્ધા માં કોઈ વસવસો એથી મુજસમ નાસ્તીક હોવાં જોઈએ…
એક કંકર થી ઉઙી જઈએ એ કાગ નથી અમે,
ભર્યા ચક્રવાતે મધ્યે ઉડે તે નકરાં બાજ હોવાં જોઈએ…
ઝુલ્મો તણી જંજાળે ફસાઇ એ બીજા ‘ પાગલ ‘,
‘ ઝુલ્મો તણી જંગે ‘ સામી છાતીએ કુદી પઙે તે નકરાં…
ઈંન્કલાબી હોવાં જોઈએ…
ઈંન્કલાબી હોવાં જોઈએ…
ઈંન્કલાબી હોવાં જોઈએ…
✍️” પાગલ “✍️
(Kedariya Avinash bhai p.)