ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની વચ્ચે રમાનાર પાંચ ટી-20 (T-20) મેચ માટે ભારતીય ટીમ (Indian Team)નું એલાન કરી દેવામાં આવ્યું છે. ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ની વાપસી થઈ ગઈ છે. દરેક મેચ અમદાવાદ (Ahmedabad)ના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium)માં રમાશે. ટી-20 સીરીઝની પહેલી મેચ 12 માર્ચે રમાશે.
ઈંગ્લેન્ડ (England)ની વિરૂદ્ધ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ની વાપસી થઈ છે. જ્યારે સૂર્યકુમાર(Suryakumar), રાહુલ તેવતિયા (rahul Tevatiya)ને પણ તક આપવામાં આવી છે. વિકેટ કીપર તરીકે ઋષભ પંત (Rishabh Pant)ની સાથે ઈશાન કિશન (Ishan Kishan)નો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકપ્તાન), કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવતિયા, ટી.નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
VR Sunil Gohil