ઇસરો પોતાનું નવું રોકેટ ‘સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (એસએસએલવી) લોન્ચ કરવા પહોંચી રહ્યું છે, જે આ વર્ષના અંત સમયમાં ડિસેમ્બર પહેલા લોન્ચ કરવામાં આવશે.
સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હિકલ, જે ખાસ નાની સાઈઝના સેટેલાઈટ લિફ્ટિંગ માટે બનાવવામાં આવ્યું છે, તેનું નિર્માણ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં આશરે પાંચસો કિલોગ્રામ અથવા ત્રણસો કિલોગ્રામના ઉપગ્રહોને સન-સિંક્રનસ ભ્રમણકક્ષા સુધી પહોંચાડવાની પે-લોડ ક્ષમતા ધરાવે છે. નાના ઉપગ્રહો લોન્ચ કરવા તથા મલ્ટિપલ ઓરબિટલ ડ્રોપ ઓફને ટેકો આપવા માટેની સંભવિતતા સાથે આ રોકેટની રચના કરવામાં આવી છે.
લોંચ દીઠ ખર્ચ : 30 કરોડ
ઊંચાઈ – 34 મી (112 ફુટ)
વ્યાસ -2 મી (6 ફૂટ 7 ઇંચ)
દળ – 120 ટન (260,000 પાઉન્ડ)