
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...