ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાઈ રહેલી બીજી મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને ભારતે ચાર મેચની સિરીઝ (Series)માં શ્રેણી 1-1થીબરાબરી કરી લીધી છે. મેચ બાદ કપ્તાન કોહલી (Virat Kohli)એ કહ્યું કે, મેચમા ટોસનો કોઈ રોલ નહોતો, તેમજ કોહલીએ ચેન્નઈના દર્શકોનો ટીમનો જુસ્સો વધારવા માટે આભાર માન્યો છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ વિશ્વના સૌથી મોટા મેદાન અમદાવાદ (Ahmedabad)ના મોટેરા સ્ટેડિયમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાવાની છે.
તેમજ વિરાટ કોહલીએ કહ્યુ કે, પ્રથમ ટેસ્ટમાં દર્શકો સ્ટેન્ડમાં ન હોવાથી અજીબ લાગતુ હતું. આ મેચમાં પ્રેક્ષકોએ ખૂબ જ અંતર પેદા કર્યું હતું. ક્રિકેટની ભાષામાં પ્રેક્ષકોને 12મો ખેલાડી ગણવામાં આવે છે. કોઈ પણ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમે છે તો તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવાનો પ્રત્ન કરે છે ભારતીય ટીમે પણ ચેન્નઈમાં એ જ કર્યું છે. દર્શકોએ ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો તો ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પ્રક્ષકોનો જુસ્સો વધાર્યો છે.
પ્રથમ મેચમાં બે દિવસ સુધી મેદાનમાં ઉર્જાવાન જોવા મળ્યા નહોતા પરંતુ બીજી ઈનિગ્સમાં અમારી બોડી લેગ્વેજ વધુ મજબૂત હતી. બન્ને ટીમ માટે પરિસ્થિતિ પડકાર સમાન હતી પરંતુ અમારા બલ્લેબાજોએ જોરદાર દેખાવ કર્યો અને 600થી વધારે રન ખડક્યા હતા.આ મેચમાં ટોસનો કોઈ રોલ નહોતો અમે બીજી ઈનિંગ્સમાં 300થી વધારે રન બનાવ્યા છે. જો વિપક્ષી ટીમ પણ ટોસ જીતી હોત તો પણ કોઈ ફર્ક ના પડત.
VR Sunil Gohil