આ હૃદય, શ્વાસ તારું નામ રટે,
એક તારાં જ તો એ જાપ જપે.
હોય તું સાથ, તો કંઈ ન ઘટે,
હોય ના સાથ તો કંઈ ન વધે!
આ છે કોઈ નિયમ કે છે અફવા?
હો શ્રદ્ધા તો બધાં જ રોગ મટે!
એક ચાહત મરી ગઈ આંખે,
એક ચાહત હજું જીવે સપને!
વાંક તારો નથી જીવણ આ તો,
ઘાવ આપે ઘણાંય રોજ મને!
આફતોને લગાવ જાણે અક્ષ,
સાવ મારી નજીક કેમ મળે?
અક્ષય ધામેચા