આ કાળઝાળ ગરમીમાં દરેક લોકોએ લૂ થી બચવું જોઇએ. લૂ અને ડિહાઇડ્રેશનથી બચવા માટે કેરી અને ડુંગળી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો આજે અમે તમને એક નવી જ રીતે કેરીની ચટણી બનાવતા શીખવાડીશું. જો તમે આ રીતે કેરીની ચટણી બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ભાખરી સાથે ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો કેરીની ચટણી…
સામગ્રી
- 2 થી 3 કાચી કેરી
- 1/3 ચમચી મેથીના દાણા
- રાઇ
- 1 ચમચી કલૌંજી
- હિંગ
- જીરું
- વરિયાળી
- લાલ મરચું
- આદુ
- ગોળ
- ચિલી ફ્લેક્સ
- ગરમ મસાલો
- તેલ
- પાણી
બનાવવાની રીત
- કેરીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થઇ જાય રાઇ, જીરું, વરિયાળી, મેથીના દાણા અને હિંગ નાંખો.
- ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરો અને એમાં કાચી કેરી નાંખો.
- 5 મિનિટ સુધી કાચી કેરીને થવા દો.
- હવે આમાં હળદર, લાલ મરચું, આદુ અને મીઠું નાંખીને બધુ સારી રીતે મિક્સ કરી લો.
- પછી આ મિશ્રણને થોડી વાર માટે ગેસ પર ચડવા દો અને પછી અને પછી એમાં થોડુ પાણી એડ કરો.
- કેરી જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી એને થવા દો.
- કેરી થઇ જાય એટલે એમાં ગોળ એડ કરી દો.
- આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને થવા દો.
- પછી આ ચટણીને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી થવા દો અને પછી એમાં ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ નાંખીને બરાબર મિક્સ કરી લો.
- તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કાચી કેરીની ચટણી.
- આ ચટણી તમે ભાખરી કે પરાઠા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.