અનેક લોકોના ઘરમાં ડુંગળી અને લસણ ખાવામાં આવતું હોતુ નથી. લસણ અને ડુંગળી ના ખાવાને કારણે પંજાબી શાક માટે જૈન ગ્રેવી બનાવવી પડે છે. આમ, જો આ ગ્રેવીમાં ટેસ્ટ ના હોય તો પંજાબી શાકમાં ટેસ્ટ આવતો નથી અને સબ્જી ખાવાની મજા આવતી નથી. તો જાણી લો ટેસ્ટી-ટેસ્ટી પંજાબી રેડ ગ્રેવી કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
- 250 ગ્રામ છીણેલી દૂધી
- 1 કપ ટામેટાની પ્યૂરી
- આદુ
- લીલા મરચા
- તજ
- મરી
- લવિંગ
- લાલ મરચું
- કસુરી મેથી
- 1 ચમચી મગજતરીના બી
- કાજુના ટુકડા
- ઇલાયચી
- જીરું
- 1 ચમચી પલાળેલુ લાલ મરચું
- હળદર
- સ્વાદાનુંસાર મીઠું
- 4 ટેબલ સ્પૂન તેલ
બનાવવાની રીત
- જૈન પંજાબી રેડ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઇ લો.
- હવે એમાં તેલ મુકીને જીરું તતડાવો.
- ત્યારબાદ એમાં લવિંગ, તજ-મરી, સુકા લાલ મરચા, આદુ, લીલા મરચા, ઇલાયચી, કાજુ, મગજતરી, છીણેલી દૂધી નાંખો.
- હવે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
- સંતળાઇ જાય પછી એને ઠંડુ કરો અને જરૂર પ્રમાણે પાણી નાંખો.
- પાણી નાંખીને સ્મુધ પેસ્ટ બનાવી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક પેનમાં તેલ કરીને બનાવેલી ગ્રેવી નાંખો.
- હવે આ ગ્રેવીમાં હળદર, પલાળેલું લાલ મરચું, ટામેટાની પ્યુરી નાંખીને બરાબર સાંતળી લો.
- પછી એમાં તેલ છુટ્ટું પડે એટલે એમાં મીઠું અને કસુરી મેથી નાંખીને 2 મિનિટ માટે સાંતળો અને પછી ગેસ બંધ કરી લો.
- તો તૈયાર છે જૈન પંજાબી રેડ ગ્રેવી.
- જો તમે આ બધા મસાલા નાંખીને ગ્રેવી બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને પંજાબી શાક પણ ખાવાની મજા આવશે.
- આ ગ્રેવીને તમે એર ટાઇટ ડબ્બામાં ભરીને 3 થી 4 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.