ગર્વ નહીં આ ગૌરવ છે
આ ગુજરાત મેં બનાવ્યું છે
ના મનમાં કોઇ અવઢવ છે
આ ગુજરાત મેં બનાવ્યું છે
દુનિયા આખી એ વખાણે છે.
છે સહુનો સાથ ,પ્રયાસ અહીં
આ ગુજરાત મેં બનાવ્યું છે
વિશ્વાસ અને છે વિકાસ અહીં
આ ગુજરાત મેં બનાવ્યું છે
સહુ પ્રગતિ એની માણે છે
હું ગુજરાતી , ગુજરાત છે મારું
આ ગુજરાત મેં બનાવ્યું છે
ખીલ્યું ને ખીલશે કમળ અમારું
આ ગુજરાત મેં બનાવ્યું છે
અહીં એકતા તાણેવાણે છે
– તુષાર શુક્લ