કોરોના ના કાળ દરમ્યાન હું ઘણી ડિપ્રેશનમાં જતી રહી હતી . કારણ કે હું એક કલાકાર છું બધું જ બન્ધ હોવાના કારણે શો હતા જ નય એજ સમય દરમ્યાન લોકો એ મારો સંપર્ક કરી ને પોતાની તકલીફો જણાવવાની શરૂવાત કરી.
મને આના બે ફાયદા મળ્યા
1 હું ડિપ્રેશન માંથી તરત બહાર આવી ગઈ
2 મારી સલાહ થી ઘણા લોકો એ ખોટા નિર્ણયો લેવાનું બન્ધ કર્યું
પણ એક નુકસાન એપણ થયું કે સમાજ નો એક ભાગ, એક પાસું, એક એવુ રિલેશન સામે આવ્યું જેને સાંભળીને મારાં હોશ ઉડી ગયા, દુઃખ થયું, ઝટકો લાગ્યો
હું હમેશા સાચું, ક્લિયર, સીધું બોલનારી વ્યક્તિ છું એતો મારાં લખાણ થી તમને સમજા્યું જ હશે.
વાત એમ બની કે મને એક નહીં, બે નહીં, ત્રણ નહીં અનેક મેસેજ, કૉલ ઈમેલ આવ્યા અને તમે માનશો નહીં આ બધા માં એક કોમન વાત હતી કે આબધા જ મેસેજ, કૉલ, ઈમેલ માં લખેલી તકલીફ 100% માંથી 70% લોકો ની એક મોટી તકલીફ હતી
” અને એ તકલીફ કોઈ પૈસાની જોબ ની ઘર ની નહીં પણ લગ્ન જીવનની હતી જેમાં પત્નીઓ દસ વર્ષ થી કે બે પાચ વર્ષ થી પત્નીઓ બોલતી નથી પત્ની તરીકે ની કોઈ જ ફરજ નિભાવ્યા વગર ઘર જમીન ઘરેણાં પ્રોપર્ટી પર ડાઇવોર્સ વગર બધા જ પુરેપુરા હક માંગી ને બેસી છેઃ ”
વિચારવા ની વાત છેઃ કે સ્ત્રીઓ ને એવુ શું થયું છેઃ જે આમ કરી રહી છેઃ ને અચાનક સમાજ ની 70 % સ્ત્રીઓ આમ નિર્ણય શા માટે લઇ રહી છેઃ એમની ઘણી સ્ત્રીઓ પોતાના જ ઘર માં બધી જ સુવિધાઓ વાપરીને પોતાના પતિના જ ઘર માં એના માબાપ ને સાચવ્યા વગર પોતાના જ માબાપ ને bolavi લેશે ને એમને સાચવવા ઘરેણાં બનાવવા સાસરિયા નું જમવાનું નય બનાવું મરવાની dhmkio આપવી
જયારે હું આ બહેનો ને એમ પૂછું છું કે શું કામ આવું વર્તન કરો છો? ક્યુ કારણ છેઃ? પતિ નો વાંક છેઃ? તો આ દરેક મહિલાઓ ચૂપ જ રહી છેઃ હું એમ નથી જ કહેતી કે સ્ત્રીઓ જ ખોટી છેઃ હા પુરુષ પણ ખોટા હોય પતિ પણ ખોટો હશે પણ વગર બોલ્યે નિવેડો તો ના જ આવે ને?
આવી પત્નીઓ ને મારો એક પ્રશ્ન એ પણ છેઃ કે જયારે કોઈ જ સંબન્ધ રાખવા નથી તો હક કયા મોઢે માંગો છો તમારા પતિની મહેનત નું ધન કેવીરીતે ઉડાવો છો? સાસુ સસરા ને બાર કાઢી ને પોતાના માબાપ ને કયા મોઢે ઘરે bolavi આ જીવન રાખો છો? ડાઇવોર્સ વગર બધીજ જાયદાત ફક્ત પોતાના નામે કેવીરીતે માંગી શકો? અને એ માબાપ કેવા જ દીકરી ને સુધારતા નથી અને બેશરમ ની જેમ દીકરી ને ઘેર રેવા પણ આવી જાય છેઃ?
જો ખરેખર પતિ ન્ન વાંક છેઃ તો બોલો સજા આપવો પણ જો આ ફક્ત એક મગજ નું તુત જ હોય તો આ કરનારી સ્ત્રીઓ એક પુરુષ ને મેન્ટલી ટોર્ચર કરી રહી છેઃ માનહાની કરી રહી છેઃ ત્રાસ આપી રહી છેઃ જો કોઈ જ વાંક ના હોય તો જો સાવ નાની વાત માં આ સજા આપી રહી છેઃ તો
જો આજ વર્તન કોઈ સ્ત્રી જોડે પુરુષ કરે કે કરતે તો તમને અને મને ખબર છેઃ કે આનું પરિણામ શું આવે
સમાજ, ઘર, પરિવાર ના સભ્યો, મિત્રો, અને આવા કપલ ના બાળકો આ બધું શું કામ જોઈ રહ્યા છેઃ કેમ આનો નુવેડો લાસવતા જ નથી બન્ધ કેમ નથી કરતા? શું આ દરેક ચરિતરો ની કોઈ ફરજ નથી?
“શું સ્ત્રીઓ બેફામ, બેશરમ થઇ ચુકી છેઃ? ”
કડવું છેઃ પણ સત્ય છેઃ
હા ચોક્કસ પણે એ સ્વિજારું છું કે ઘણી સ્ત્રીઓ પાસે સાચા કારણો હશે જ પણ આમ વર્તી ને એ આનો નિવેડો નાજ લાવી શકે ખોટું છેઃ એના કરતા
માબાપ
વડીલ
વકીલ
પાસે જઈને પ્રોબ્લેમ નું યોગ્ય સોલ્યુસન લાવો
રહી વાત પતિ ઓં જે ખરેખર જાણે છેઃ કે આ ભૂલ ના લીધે જ આ બન્યું છેઃ તો પત્ની જોડે વાત કરો માફી માંગો સોલ્યુશન લાવો પોતાની કમિ કે ભૂલ ને સ્વીકારો સુધારો.
અંતે એટલું જ કહીશ કે અસ્મિતા કેમ? આવું કેમ?
~ માનસી દેસાઈ