ટીવીમાં પિરીયડ્સની એડ જોઇને બાળકોના મનમાં અચુક પ્રશ્ન થતો હોય છે. જો કે બાળકો આ વિશે ઘણી વાર પેરેન્ટ્સને પૂછતા પણ હોય છે, પરંતુ માં-બાપ આ વાત કરવાની ટાળી દેતા હોય છે. સામાન્ય રીતે દરેક પેરેન્ટ્સને લાગે છે કે એમની ઉંમર અત્યારે રમવા-કૂદવાની છે જેને કારણે પેરેન્ટ્સ બાળકોને આ વાત કરવા નથી.
આમ, આજની આ જનરેશન ટીવીમાં એડ જોઇને જો પેરેન્ટ્સ આ વાત નથી કરતા તો તેઓ મોબાઇલમાં ગુગલ પર શોધી લેતા હોય છે. જેના કારણે ઘણી વાર બાળકો ખોટુ વિચારીને બેસી જતા હોય છે. જો તમે પણ આ મુંઝવણમાં છો તો જાણી લો પિરીયડ્સ વિશેની વાત બાળકોને ક્યારે કરવી જોઇએ.
આ વિશે બાળકોને ખુલીને વાત કરો
પિરીયડ્સની વાત બાળકોને ખુલીને કરો જેથી કરીને એમને સંતોષ થાય. જો તમારા બાળકો શરીરમાં થતા આ બદલાવ વિશે તમને વાત કરે છે તો તમે તરત જ એને પિરીયડ્સ વિશેની વાત કરો. જો તમે સમય પર બાળકોને વાત કરવાનું ટાળો છો તો એ જ્યારે પિરીયડ્સમાં થાય તો સંકોચમાં મુકાઇ જાય છે.
આ ઉંમરમાં બાળકોને પિરીયડ્સની વાત કરો
જો કે આ ટોપિક પર પેરેન્ટ્સે બાળકોને ક્યારે વાત કરવી જોઇએ એ મોટાભાગના લોકો જાણતા જ હોય છે. એક સંશોધન અનુસાર તમારું બાળક 10 વર્ષનું થાય ત્યારે એને પિરીયડ્સ વિશેની વાત તમારે કરી લેવી જોઇએ કારણકે આજકાલ ફાસ્ટફુડને કારણે છોકરીઓ ઉંમર પહેલા પિરીયડ્સમાં થઇ જાય છે. આ માટે તમે તમારી છોકરીને 10 વર્ષની ઉંમરમાં આ વાત ખુલીને કરી શકો છો.
છોકરા અને છોકરીઓ, એમ બન્ને સમજાવો
ઘણાં પેરેન્ટ્સ માત્ર છોકરીઓને જ આ વાત કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે તમે છોકરાઓને પણ આ વાત કરો. જેથી કરીને છોકરીઓ પિરીયડ્સમાં હોય તો છોકરાઓ એમની પરિસ્થિતિને સમજી શકે.