નવલી નવરાત્રીના પુનિત પર્વની હાર્દિક શુભકામનાઓ…
(રાગ : સોંપ્યું સઘળું વ્હાલા તુ સંભાળજે…)
દાંતાના ડુંગરેથી અંબા આજે પધાર્યા,
અને આસોની નવલી રાતે રમવા નીસર્યા…
માવડી રમજો નવ દાહડા મનડું મેલી,
મળી સહિયરો સાથ ખમકારે ખેલી…
કુમ કુમ કેરા પગલે માવડી રમતા,
અને માથે કનકનો ગરબો લઈને ઘૂમતા…
ઢમ ઢમ ઢોલી ઢમકાવી રહ્યા ઢોલ રે,
અને વાગે શરણાઈ ને મીઠા ગરબીના બોલ રે…
“પુનિત” હૈયુ “યુવા કવિ”નુ હરખતું,
અને આનંદ આનંદ થઈને એ તો છલકતુ…
-સંત શ્રી પુનિત કૃપાથી…
મિરલ પટેલ (યુવા કવિ)