આશા શહેરી સ્ત્રી. ક્યારેય ગામડું જોયું ન હતું પણ લગ્ન પછી અમર આશાને મા બાપ સાથે થોડા દિવસ રહેવા ને કુલદેવતા નાં નૈવેધ કરવા અમર ગામડે લઇ આવ્યો… આશા એ ગામ નહોતું જોયું પણ ભણતર દરમ્યાન ગામડાનું વર્ણન જોયેલું વાંચેલું બાકી આધુનિકતાના અંચળાથી કદી ગામડે આવી જ ન હતી… ભણવામાં પછી સારી નોકરીમાં ગૂંથાઈ ને અમર સાથેની મૈત્રીમાં હાલમાં કોર્ટ મેરેજ કરી લીધાં. માબાપની આશા અરમાન બધાં ધોવાઈ ગયાં છતાં રીત રિવાજમાં માનવા દીકરાને મનાવી મનમાં ઢબૂરેલાં ઓરતાં જાગૃત થયા…. કેવી હશે વહુ એ જોવા… મળશે..
વહુ દિકરો આવ્યાં. સાસુ એ બંન્નેને વ્હાલી વધાવ્યા ને બે દિવસ પછી સારી તિથિમાં ઘરનાં ડેલામાં બેઠેલા કુળદેવતા નાં દર્શન નૈવેધ કરવા વિચાર્યુ…
તિથિ દિવસ આવતાં જ ઘરમાં બેચાર સગાની અવર જવર થઈ… રસોઈ થવા લાગી… નવી વહુને તળાવથી પાણી ભરવા મોકલી.. એક સગી યુવા દિકરી ને સાથે મોકલી… કેમ લવાય એ માટે.. આશા તો મુંઝાઈ પણ પાણી ભરવાનાં બહાને ગામ જોવા મળશે ઘરની બહાર જવા મળશે નાં વિચારે સહિયર સાથે એક નાનું માટલું લઈને ગઈ… પણ… મનમાં તો ડરતી હતી તેથી સખી. સાથે વાત કરતી ચાલી…. હળવાશ અનુભવી… પણ.. અહીં તળાવમાં પાણી જ ન હતું… શુ કરશું…. પાણીથી દેવ નવડાવવાનાં છે અને… રસોઈમાં સકન માં વાપરવાનું છે…. એટલે પાણી તો જોઈશે જ… આશા તો સુકકા તળાવ ને જોઈ રહી… આસપાસનાં દ્રશ્યો જોવા ગમતાં હતાં છતાં સાસુ એ જલ્દી આવવાનું કહ્યું છે તેથી આવેલી સખીને હવે શું કરશું? પૂછી રહી એટલામાં બીજી સ્ત્રી ઓ પાણી ભરવા આવી…. એ જોઈ એને હસવું આવ્યું… ને બધી સ્ત્રીઓ તો ખાડો કરી ને વાટકે વાટકે માટલું ભરવા લાગી… જેને વીરી કહેવાય… એની પાસે વાટકો ન હતો તેથી સાથે ની સહિયરે બીજી સ્ત્રી પાસેથી વાટકી લઈ ખાડો કરી નીકળેલાં પાણી જોઈ હરખાઈને કેટલાયે પ્રશ્નો પૂછી એના જવાબ પણ મેળવ્યા… ને માટલું ભરાઈ જતાં સહિયર સાથે સૌ સ્ત્રી ઓનો આભાર માની હળવે માટલું લઇ ઘરે આવી સાસુએ એને વધાવી. એ માટલાનાં પાણીથી ભગવાનને નવરાવ્યા… નૈવેધમાં વાપરીને વહુ ને બધાએ શાબાશી આપી પ્રથમ વાર ગામ જોયું છતાં… ઉમંગ બતાવ્યો… ભણેલી ગણેલી હોવા છતાં વાત માની ને… કામ પતાવી.. થોડા દિવસ રહી… મનમાં આનંદનાં ઘણાં અવસર ભરી આજે શહેર જવા નીકળી ત્યારે સાસુ સસરા તો રડ્યાં પણ આધુનિક વહુ પણ વિદાય લેતાં રડી ને ફરી જલ્દી ગામડે આવવાનું વચન આપી સૌની ભારે હૈયે વિદાય લીધી…